ઉના તાલુકામાં (ભાવનગર સોમનાથ રાષ્ટીય ધોરીમાર્ગ) નીકળેલ જેમાં લામધાર થી નાથળ સુધી રાષ્ટ્રીય ધોરી માર્ગ વચ્ચે પાણીના નિકાલ માટે ગટર લાઈન બનાવવામાં આવેલ છે જે ગટર ખુલ્લી મુકવામાં આવેલ હોય જેથી અવાર નવાર ત્યાંથી પાલતું પ્રાણીઓ આવતા જતા રહેતા હોય છે જે ઘણી વાર તે ગટરમાં ફસાય જતા હોય ગટર ખુલી મુકવાના કારણે વારંવાર તે ગટર માં ગાયો ફસાતી હોય છે જેને કારણે તે ગટર માં ગયો અવસાન પામતી હોય છે.
રાષ્ટ્રીય ધોરી માર્ગ વચ્ચે પાણીના નિકાલ માટેની ગટર માં ઘણી ગાયો અવસાન પણ પામેલી છે તથા ઘણી ગાયો ઈજા ગ્રસ્ત પામેલી છે અમો હિન્દુ યુવાસંગઠન ભારત,ઉના તથા ગૌરક્ષક દળ,ઉનાને વારમ વાર કોલ આવતા હોય છે અને તે ગાયોને અમો ગાયોને બહાર કાઢી સારવાર કરીએ કરતા હોય છે
લામધાર થી નાથળ સુધી રાષ્ટ્રીય ધોરી માર્ગ વચ્ચે પાણીના નિકાલ માટે ગટર લાઈન બનાવવામાં આવેલ છે જે ગટર ખુલ્લી મુકવામાં આવેલ છે તે યોગ્ય ખરાઈ કરી તેની યોગ્ય કાર્ય વાહી કરવામાં આવે જેથી તેમાં ફસાતી ગાયો અને અન્ય પ્રાણી ઓ પાણીના નિકાલ માટેની ગટર માં ફસાતા બચે તે રજૂઆત સાથે આજે ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે