ધ્રાંગધ્રા વિરેન્દ્રગઢ કુડા રોડ પર આઈ 20 ગાડી માં વિદેશી દારૂ સહિત કુલ મુદ્દામાલ ₹9.12.900 નો મુદ્દામાલ ઝડપી પાડિયો

વિરેન્દ્રગઢ કુડા રોડ પર વિદેશી દારૂ ભરેલી ખોટી નંબર પ્લેટ લગાડેલી હુન્ડાઈ કંપનીની i20 ગાડી આવતી હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને વિરેન્દ્રગઢ પાસેથી i20 ગાડી માંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની બોટલ કુલ 394 નંગ કિંમત,₹2.08.450 i20 ગાડી સહિત રૂપિયા 9.21.900 નો મુદ્દામાલ સહીત એક આરોપી ને ઝડપી લીધો..

નવું વર્ષ બેસતા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ખાસ પ્રોહીબીશન ડ્રાંઇવનું આયોજન હાથ ધરાયું છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ઇન્ચાર્જ પીઆઈ આર જે જાડેજા અને સર્વલન્સ સ્ટાફ ને ખાનગી રાહે બાતમી મળેલ કે વિરેન્દ્રગઢ કુડા રોડ પર વિદેશી દારૂ ભરેલી અને ખોટી નંબર પ્લેટ લગાડેલી હુન્ડાઈ કંપનીની i20 ગાડી આવતી હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે સર્વલન્સ સ્ટાફ હેડ કોસ્ટેબલ, કુલદીપ સિંહ ઝાલા ,વિજયસિંહ ઝાલા , વિક્રમભાઈ રબારી, ભરતભાઈ સાબરીયા સહિત સ્ટાફ દ્વારા વિરેન્દ્રગઢ કુડા રોડ પર ફિલ્મ ઢબે પીછો કરીને i20 ગાડી જેનો રજીસ્ટર નંબર જી જે 12 ઈ.ઈ 5241 ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને કારચાલક રામજાણી રહે ભોણીયા તાલુકો ધોરીમનાર જી. બાડમેર રાજસ્થાન વાળા ને ઝડપી પાડેલ ગાડીમાં ચેક કરાતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ 394 બોટલો અને હુન્ડાઈ i20 ગાડી સહીત કુલ રૂ 9.21.900 નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જો કે આ કામના આરોપી, ડ્રાઇવર રામજાણી રહે ભોણીયા તાલુકો ધોરીમનાર જી. બાડમેર રાજસ્થાન વાળા ને ઝડપી પાડ્યો હતો,અને મુકેશભાઈ ગુરુનાથ રામ ગુરુ બિસ્નોઈ રહે જોટડા જી, જાલોર રાજસ્થાન વાળા સામે ગુનો નોંધી વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે

બ્યુરો ચીફ: રવિરાજ સિંહ પરમાર…ધાંગધ્રા

Leave a Comment