રાજકોટ જિલ્લાના, જસદણ શહેરમાં રહેતા અશોકભાઈ ડોબરીયાના પત્ની દયાબેન અશોકભાઈ ડોબરીયા દ્વારા જસદણ પોલીસ સ્ટેશન ખાતે ૨૯/૧૨/૨૦૨૩ ના રોજ ફરિયાદ કરેલ. જેમાં ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવેલ છે કે પોતાના દીકરાને હોસ્પિટલમાં ચાલતી બીમારીના સારવારના કારણે પૈસાની જરૂરિયાત પડતા પૈસા લીધેલ. ફરિયાદી દયાબેને પોતાની ફરિયાદમાં જણાવેલ છે કે મારા પતિ ૨૨/૧૨/૨૦૨૩ ના રોજ ઘરેથી નીકળી ગયેલ છે.આમ તે અનુસંધાને વિવિધ વ્યક્તિઓ પૈસાની પરત માંગણી કરતા હોય તો તે બાબતે નામો જણાવેલ છે. તેમાં ફરિયાદમાં જણાવેલ ક્રમ નંબર ૮ ( આઠ ) ઉપર શૈલેષભાઈ અમૃતલાલ ગોહિલ કે જે જંગવડ ગામના રહેવાસી છે અને ટેઈલર્સની દુકાન ધરાવે છે.
આમ જોવામાં આવે તો ફરિયાદી દયાબેનના પતિ અશોકભાઈ અને શૈલેષભાઈ અમૃતલાલ ગોહિલ બંને છેલ્લા ૭ ( સાત ) વર્ષથી ગાઢ મિત્રો હોય અને પ્રસંગોપાત તેમજ વાર – તહેવારે અશોકભાઈ ડોબરીયા જંગવડ ગામના શૈલેષભાઈ અમૃતલાલ ગોહિલના ઘરે આવતા જતા હોય તેમજ જસદણ શહેરમાં નવા બસ સ્ટેશન પાછળ આવેલ સરદાર પટેલ માર્કેટમાં સિલાઈ કામની દુકાન ધરાવતા હોય ત્યાં અવાર નવાર અશોકભાઈ ત્યાં આવતા હતા.
આમ તહોમતદાર શૈલેષભાઈ અમૃતલાલ ગોહિલ પોતાની વિગતમાં જણાવેલ છે કે આજથી અંદાજીત ૬ ( છ ) મહિના પહેલા અશોકભાઈ અને હાલના ફરીયાદી દયાબેન કે જે બંને પતિ – પત્ની જંગવડ ખાતે અમારા ઘરે આવેલ અને વાડીના કામકાજ બાબતે બળદ લેવા છે માટે તમો અમોને રૂપિયા ૧૦,૦૦૦ /- ની મદદ કરો, અમો થોડા દિવસમાં જ તમને પૈસા પરત આપી દઈશું તેવી ખાતરી અને બાંહેધરી આપેલ. આમ પતિ – પત્ની સાથે આવ્યા હોય અને મિત્રતાની દ્રષ્ટિએ તેમની વાત સાચી લાગી એટલે અમોએ ગામમાં ચાલતા સખી મંડળમાંથી ૧૦,૦૦૦ /- રૂપિયા ઉપાડીને હાલના કામના ફરિયાદીના પતિ અશોકભાઈ ડોબરીયાને મિત્રતાના દાવે થોડા દિવસ માટે મદદ કરેલ હતી.
આમ શૈલેષભાઈ અમૃતલાલ ગોહિલે આજદીન સુધી પૈસાની માંગણી કે ફોન પણ કરેલ ન હતો, પરંતુ પૈસા ન આપવાના ઇરાદો હોય માટે શૈલેષભાઈ અમૃતલાલ ગોહિલ સામે જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લખાવેલ.
આમ જસદણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કડક અને તટસ્થ તપાસ કરી સાધનીક કાગળો નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલ.આમ શૈલેષભાઈ અમૃતલાલ ગોહિલના બચાવ પક્ષના જસદણ શહેરના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા અને એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા નામદાર કોર્ટને ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવવા મુજબની વિગતો તેમજ જામીન અરજી સાથે સાચી હકીકતો નામદાર કોર્ટ સમક્ષ સઘળી અને સાચી બાબતોને ધ્યાને મુકેલ તેમજ ધારદાર દલીલો કરેલ.
આમ નામદાર કોર્ટ દ્વારા આ તમામ સઘળી અને સાચી હકીકતો અને દલીલોને ધ્યાનમાં લઇ શૈલેષભાઈ અમૃતલાલ ગોહિલને શરતોને આધીન જામીન મંજૂર કરી જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ.
આમ શૈલેષભાઈ અમૃતલાલ ગોહિલના એડવોકેટ તરીકે જસદણ શહેરના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી તેમજ શિવરાજભાઈ કરપડા, હેમેન્દ્રસિંહ વેગડ, કાર્તિકભાઈ હુદડ અને વી.એન.વાલાણી, મોહમ્મદ હનીફભાઈ કટારીયા સાહેબ રોકાયેલા હતા.