ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બાદ બીજું સૌથી ઠંડુગાર શહેર બન્યું

રાજ્યભરમાં હાલ ઠંડીએ જોર પકડ્યું છે. જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઘણા દિવસથી વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે ઠંડીનું પ્રમાણ ધીમેધીમે તીવ્ર થઈ રહ્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર ઉપર પણ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં સવારથી સાંજ સુધી નગરજનો ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે બુધવારે (8 જાન્યુઆરી) ઠંડા પવનની વચ્ચે ગાંધીનગરમાં રૅકોર્ડબ્રેક 6 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો છે.

Leave a Comment

Read More