*ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ ખેડૂતોના પ્રશ્નો બાબતે કૃષિમંત્રીને કરી રજુઆત
*ડુંગળી ના પોષણક્ષમ ભાવ સહીત વિવિધ મુદાઓ અંગે કરાઈ રજૂઆત*
સૌરાષ્ટ્ર નું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ ખેડૂતોના વિવિધ પ્રશ્નો બાબતે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ ને રજુઆત કરી હતી. તેઓ એ જણાવ્યું હતુ કે હાલ સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગફળી ની ખરીદી કરવામાં આવે છે તેમાં એક બારદાનમા ૩૫ કિગ્રા ની મર્યાદા મા મગફળી ખરીદવામાં આવે છે પરંતુ કમોસમી વરસાદ ના લીધે પાક ને ખૂબ નુકશાન જતા મગફળી ની ખરીદી ૩૨ કિગ્રા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. બીજી તરફ ડુંગળી ની પુષ્કળ આવક થઇ છે ત્યારે બજાર ભાવ પોષણક્ષમ ના મળતા હોય ત્યારે સરકાર ખેડુતો પ્રત્યે રહેમેરાહ રાખીને બાંગ્લાદેશ નિકાસ થતી ડુંગળીની ની કસ્ટમ ડ્યુટી ઘટાડે જેથી ખેડુતોને વ્યાજબી બજારભાવ મળી રહે તેવી પણ કૃષિમંત્રી ને લેખિત મા રજૂઆત કરવામાં આવી હતી
Author: ભાગવત ભૂમિ
Hi