વીંછિયા તાલુકાના વનાળા ગામમાં રહેતા લાભાર્થીશ્રી ગીતાબેન ઝાપડીયાએ જણાવ્યું હતું કે, હું ‘‘જય સોમનાથ ગ્રામ સંગઠન’’ સાથે જોડાયેલી છું. અમને સરકાર તરફથી પશુપાલન માટે આર્થિક સહાયરૂપે રૂ. ૩,૦૦,૦૦૦ની સહાય મળી છે. તેમજ અમારો પરિવાર આયુષ્માન કાર્ડ પણ ધરાવે છે. હું આર્થિક રીતે પગભર બનતાં પરિવારને પણ ટેકો આપી શકું છું. સરકાર જરૂરિયાતમંદ વર્ગની સાથે ખાસ કરીને મહિલાઓની ચિંતા પણ કરે છે. ત્યારે સખીમંડળની બહેનો તરફથી હું સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તેમજ અન્ય બહેનો પણ સરકારી યોજનાઓનો લાભ લે, તેવો અનુરોધ કરું છું.
Author: ભાગવત ભૂમિ
Hi