નેપાળના નુવાકોટમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચાર ચીનના યાત્રી સહિત પાંચના મોત થયા છે. અગાઉ પણ 24 જુલાઈએ પ્લેન ક્રેશમાં 18 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે નેપાળમાં વધુ એક મોટી દુર્ઘટના બની છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચાર ચીનના યાત્રીના મોતનેપાલના નુવાકોટમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે, રસુવા જવા નીકળેલા આ હેલિકોપ્ટરમાં પાંચ યાત્રીઓ બેઠા હતા. જેમાં ચાર ચીની નાગરિકો પણ જોડે હતા. આ ઘટના 24 જુલાઈના રોજ ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન ક્રેશની ઘટની પછી બની હતી. જેમાં 18 લોકોના મોત થયા હતા. નેપાળમાં વિમાનની દુર્ઘટના સામે નબળા સંચાલનના તારણો સામે જોવા મળે છે. બીજી તરફ, હેલિકોપ્ટર દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.સયાફ્રુબેન્સીના રસ્તેથી પસાર થતી વખતે હેલિકોપ્ટર દુર્ઘટના ઘટીમળતી માહિતી પ્રમાણે, નેપાળના નુવાકોટના શિવપુરી વિસ્તારમાં આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં એયર ડાયનેસ્ટી હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. કાઠમાંડુથી નીકળીને સયાફ્રુબેન્સીના રસ્તેથી પસાર થતી વખતે હેલિકોપ્ટર દુર્ઘટના ઘટી હતી.