75 મો ગણતંત્ર દિવસ આજે ગોંડલ એસ.આર.પી. ગ્રુપ 8 ખાતે ઉજવ્યો

એસ.આર.પી. ગ્રુપ 8 ગોંડલ ખાતે 75 માં ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો આ તકે એસઆરપી ગ્રુપ 8 ના ડી.વાય.એસ.પી મહેશકુમાર પરમાર સાહેબ, જાડેજા સાહેબ,પરમાર સાહેબ, નિવૃત જવાનો તેમજ એસ.આર.પી ના જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એસ.આર.પી. ની અંદર આવેલ કુંજ પ્રાથમિક શાળા જે ગોંડલ સિટીમાં સ્કૂલ ઓફ એક્સીલેન્ટ નો એવોર્ડ મળ્યો છે તે સ્કૂલના બાળકો તેમજ શિક્ષકોએ પણ હાજર રહ્યા હતા બાળકોએ દેશભક્તિના ગીતો ઉપર નુત્ર્ય કર્યા હતા દેશના શહિદ વીર જવાનોને યાદ કર્યા હતા. તેમજ આપણી પૌરાણિક રમતો જેવી કે લીંબુ ચમચી અને એસ.આર.પી.ના જવાનોએ રસાખેંચ રમતોનો કોમ્પિટિશન કરેલ હતું એસ.આર.પી. ના ડી.વાય.એસ.પી સાહેબે કુંજ પ્રાથમિક શાળા ના બાળકોને જુદી જુદી ગિફ્ટ આપીને તમામ બાળકોનું સન્માન કર્યું હતું.

ભારત દેશની માટી વસે છે મારા હ્રદયમાં..
તેના માટે તો બધું કુર્બાન,

કહે છે લોહીનું એક એક બુંદ..
આપણો ભારત દેશ મહાન..

૭૫માં પ્રજાસત્તાક પર્વની સૌ ભારતીયોને ખુબ ખુબ શુભેચ્છાઓ
ભુકંપ માં દિવંગત થયેલા તમામ લોકોને હૃદયપૂર્વક ની શ્રદ્ધાંજલી

Leave a Comment

Read More