મુળી ના ખંપાળીયા ગઢડા કોલસાની ગેરકાયદેસર ખાણો માં ૩ શ્રમિકો ના મોત બાબતે ઘટસ્ફોટ

દાહોદ કલેક્ટર ને પણ ન્યાયિક તપાસ માટે આવેદનપત્ર અપાયું

ગુજરાત સતા ના પત્રકાર કરપડાએ દાહોદ સુધી જ‌ઈ પરિવારજનો ને મળી સમગ્ર મામલો લાવ્યા બહાર

મુળી તાલુકાનાં ખંપાળીયા ગઢડા ગામે કોલસાની ગેરકાયદેસર ખાણો મા ગત ૨૪ જાન્યુઆરી ના રાત્રે ના ૮ કલાકે એક કોલસાની ગેરકાયદેસર ખાણમાં દુર્ઘટના સર્જાઈ હતી તેમાં ઘટનાસ્થળે જ ૩ શ્રમિકોના કમકમાટી ભર્યા મોત થયા હતા જેમાં એક સ્થાનિક મજુર અને બે મજુરો દાહોદ જિલ્લો નો સમાવેશ થતો હોય ત્યારે ખનીજ માફીયાઓ એ બે પ્રાઈવેટ ગાડી નો ઉપયોગ કરી લાશો ને જંગલ વિસ્તાર માં મુકી દીધી હોય ત્યારે પોલીસ ને આ બાબતે માહિતી મળી નહોતી જયારે સ્થાનિક જયરાજ મેરાભાઈ કોળી ખંપાળીયા નું પણ મોત થયેલ હોય તેની લાશ વહેલીસવારે ખંપાળીયા મુકામે બાળી દેવામાં આવેલી હોય પોલીસ પુછપરછ માં પરિવારજનોએ માહિતી છુપાવી ને જણાવેલ કે ભેંશ દ્વારા પાટુ મારવાથી અમારા પુત્ર નું મોત થયેલ હતું અને પી.એમ. કરાવેલ નથી તેમ જવાબ માં લખાવેલ હોય ત્યારે દાહોદ ના મજુરને એક એમ્બ્યુલન્સ પ્રાઈવેટ દ્વારા બે લાશો બે ઘાયલ મજુરો ને કોઈ સારવાર કે પોલીસ જાણ બહાર દાહોદ મોકલી દેવામાં આવેલ ની જાણ સ્થાનિક ગુજરાતસતા ના પત્રકાર રામકુભાઇ કરપડા ને થતા તેઓ ગત ૨૭-૨૮ જાન્યુઆરી ના દાહોદ શ્રમિકોના પરિવારજનોને મળી સમગ્ર મામલો બહાર લાવેલ હતા અને વિડીયો આધારકાર્ડ સી.સી.ટી.વી.ફુટેજ હોસ્પિટલ સારવાર સુધી ના પુરાવા એકઠા કરી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરેલ હતો જેમાં મુળી પોલીસ ૨૯ જાન્યુઆરી ના રોજ દાહોદ એક ટીમ ફરીયાદ માટે રવાના થઈ હતી અને ૩૦ જાન્યુઆરી એ પાચ આરોપી સામે ૩૦૪ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો ત્યારે આ બાબતે ૩ આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય આરોપી હાલ ફરાર છે સાથે સાથે એમ્બ્યુલન્સ ચાલક પણ ફરાર છે ત્યારે આજે દાહોદમાં આમઆદમી પાર્ટી ના આગેવાનો દ્વારા આજે કલેક્ટર દાહોદ ને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધરપકડ ની માંગ કરવામાં આવેલ છે એટલે સમગ્ર ખંપાળીયા ગઢડા ઘટના ના પડઘા દાહોદમાં પડ્યા છે જયારે ઉલ્લેખનિય છે કે સ્થાનિક પત્રકારો રાજુદાન ગઢવી રામકુભાઇ કરપડા કલેક્ટર કચેરી સામે ૩ દિવસ ના ઉપવાસ પર બેસી ગયા હતા અને ધરતીમાતા બચાવો અભિયાન અંતર્ગત ઉપવાસ કરવા માં આવેલ સાથે કલેક્ટર મિટિંગ યોજી આવેદનપત્ર આપેલ હતા આ બાબતે ખાણ ખનીજ વિભાગ દ્વારા જમીન માલિક સામે ખનીજ ચોરી ની ફરિયાદ દાખલ કરવા માં આવી છે અને પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી છે જેમાં ૨૧.૬૩ લાખનો દંડ ફટકારી કાયદેસર કાર્યવાહી કરવા માં આવશે અને કોલસાની ગેરકાયદેસર ખાણો બુરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જયારે મુખ્ય આરોપી ફરાર એવા શામજીભાઈ ઝેઝરીયા ખંપાળીયા રાજકીય આગેવાન હોય રાજકીય ઓથ ધરાવતા હોય તેઓની આજદિન સુધી ધરપકડ કરવામાં આવેલ નથી તો એક પત્રકાર ની કામગીરી મહેનત થકી આ દબાયેલા મોત નો પર્દાફાશ થયો હતો અને તંત્ર પણ હરકતમાં આવી કાયદેસર ની કામગીરી ચાલુ કરી હતી જેમાં એફ.આઈ.આર. નોંધાઈ છે હાલ ખનીજ માફીયાઓ માં દોડધામ મચી જવા પામી છે જયારે જિલ્લામાં થી અન્ય જિલ્લા માં લાશો સગેવગે કરવાની કામગીરી કરતાં એમ્બ્યુલન્સ ધારકો ને પણ બોધપાઠ આ ઘટના થી મળશે કે મોટાભાડા ની લ્હાઈ માં કોઈ પી.એમ.વગરની લાશો અન્ય જિલ્લા માં મુકવા જવાય નહીં.

રિપોર્ટર પરમાર ભગીરથસિંહ મુળ

Leave a Comment

Read More