**શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ વિરોધીઓનું કૃત્યહોવાની આશંકા**
**સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અને પોલીસ કમિશનરને અતુલ રાજાણી ની ફરિયાદ**
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ની યાદીમાં જણાવ્યું છે કે રાજકોટ શહેર કોંગ્રેસ અતુલ રાજાણીનું ફેસબુક એકાઉન્ટ કોઈ વિરોધી તત્વો દ્વારા હેક કરી દેવામાં આવેલ છે અને આ એકાઉન્ટમાં અતુલ રાજાણીની પ્રતિષ્ઠા ખરડાઈ તેવા વાંધાજનક ફોટાઓ અને લખાણો વાયરલ કરવામાં આવે છે છેલ્લા ચાર પાંચ દિવસથી આ ફેસબુક એકાઉન્ટમાં આ પ્રકારના મેસેજ વાઇરલ કરી પ્રમુખશ્રીની રાજકીય કારકિર્દી ને નુકસાન થાય અને પ્રતિષ્ઠા ખરડાઈ તેવા ઈરાદાપૂર્વકના પ્રયાસો થઈ રહ્યા છે. ચૂંટણીના સમય દરમિયાન જ શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું હોય તેવી પ્રબળ આશંકા છે.
પ્રમુખ અતુલ રાજાણીનું ફેસબુક હેક કરતા તેઓ દ્વારા તારીખ :- 6/5/2024 ના રાજકોટ શહેર પોલીસ કમિશનરને આ બાબતે વાકેફ કરેલ છે અને રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.
અંતમાં રાજાણીએ જણાવ્યું છે કે દરેક મિત્રો રાજકીય આગેવાનો કાર્યક્રમ મિત્રો એ આવા ખોટા મારા નામે મુકાતા મેસેજ થી ભરમાવું નહીં જરૂર જણાયે મારા મોબાઈલ નંબર – 98798 00100 પર સંપર્ક કરવો.
અતુલ રાજાણી,
(મો :- ૯૮૭૯૮ ૦૦૧૦૦).
Author: ભાગવત ભૂમિ
Hi