અમદાવાદના નવરંગપુરા ખાતે શ્રી દેસાઈ ફિલ્મ પ્રોડક્શન દ્વારા આવનાર ગુજરાતી ફિલ્મ એકલો રબારીનું મુહૂર્ત શોટનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુંબઈથી પ્રસિદ્ધ અને વરિષ્ઠ અભિનેતા શાહબાઝખાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આ ફિલ્મના અભિનેતા ગોપાલ દેસાઈ, રાકેશ પાંડે, દેવાભાઇ, પ્રોડ્યૂસર દિવ્યબેન, મેલડી માતાના ભુવાજી શિવાજી બાપુ, ફિલ્મ ડિયાટ્રિબ્યુટર વંદનભાઈ શાહ, દિનેશભાઇ રાજપૂરોહિત, નારણભાઈ દેસાઈ સહિત ફિલ્મની સ્ટાર કાસ્ટ, મ્યુઝીક કંપોઝર સહિત મહાનુભવો ઉપસ્થિત ર્રહ્યા હતા…
આ મુહૂર્ત પ્રસંગે 2 નવી ફિલ્મ પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા
એસ એસ રામા અને પ્રાણ પ્રીતના બાંધ્યા બંધનના પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મને લઈ અભિનેતા શાહબાઝખાન સહિત ઉપસ્થિત લોકોએ પોતાની પ્રતીક્રિયાઓ આપી હતી.
Author: ભાગવત ભૂમિ
Hi