ગેમ ઝોનના મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ સ્વયંભુ બંધ સજ્જડ બંધ

 

 

બંધમાં જોડાનાર તમામ વેપારી અને વેપારી એસોસિયેશનનો, સ્કૂલ સંચાલકો નો શહેર કોંગ્રેસે આભાર વ્યક્ત કર્યો**

**ભ્રષ્ટ નેતા અને ભ્રષ્ટ અધિકારીઓ સામે નો લોકરોષ ભભૂક્યો*


રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ તારીખ 25 મે 2024 ના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી વિકરાળ આગમાં અનેક માનવ જિંદગી હોમાઈ જતા રાજકોટ મહાનગરપાલિકા, આર એન્ડ બી, રાજકોટ શહેર પોલીસ તંત્ર ની ગુનાહિત બેદરકારી નો સામે આવી હતી અને રાજ્ય સરકારે આ મામલે SIT નું ગઠન કરી ત્રણ ત્રણ કમિટી રચવા છતાં કોઈ નેતા કે જવાબદાર IAS કે IPS ની ધરપકડો ન કરતા કે સસ્પેન્ડ પણ નહીં કરતા પ્રથમ દ્રષ્ટિએ જ આ તપાસ એ શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ ચાલી રહી છે. તેવું ફલિત થતાં પીડિત પરિવારો અને રાજકોટ શહેરમાં લોકરોષ ભભૂક્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ખભે ખભા મિલાવી પીડિત પરિવારોની વહારે આવી. ગુજરાત પ્રવેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિહ ગોહિલે પીડિત પરિવારોની મુલાકાત લઇ કોંગ્રેસ હરહંમેશ રાજકોટની જનતા અને પીડિત પરિવારો ને ન્યાય માટે કટિબદ્ધ છે તેવું જણાવ્યું હતું એટલું જ નહીં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ અને ખુદ રાહુલ ગાંધીએ પણ આ અંગે પોતે સંસદમાં મુદ્દો ઉઠાવવા બાબતે પીડિત પરિવારો સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી. રાજકોટમાં ત્રણ દિવસ શહેરના ઐતિહાસિક ત્રિકોણ બાગ ખાતે ઉપવાસ આંદોલન ના કાર્યક્રમો કરાયા બાદ રાજ્ય સરકાર કે પોલીસ તંત્ર દ્વારા આ મુદ્દે કોઈપણ જાતનો હકારાત્મક કે નકારાત્મક પ્રત્યુતર ન મળતા સમગ્ર રાજકોટની જનતા અને પીડિત પરિવારનો રોષ જોઈ રાજકોટ માં બંધનું એલાન આપવામાં આવેલ હતું અને આ બંધના એલાન માં રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સ, દાણાપીઠ એસોસિયેશન, લાખાજીરાજ રોડ એસોસિએશન, જંકશન રોડ વેપારી એસોસિએશન, ગોલ્ડ ડીલર્સ એસોસિએશન, પરાબજાર એસોસિએશન, ચુનારાવાડ ચોક એસોસિએશન, કબાડી બજાર એસોસિએશન, ઢેબર રોડ ફર્નિચર એસોસિયેશન, સહિતના રાજકોટના તમામ વેપારી એસોસિયેશને ખુલો ટેકો જાહેર કર્યો હતો અને શહેરમાં શાસકોનો ઈશારે પોલીસ દ્વારા રાજકીય હાથો બની બંધના એલાનમાં હવનમાં હાડકા નાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાજકોટ વાસીઓનો લોકરોષ અને આક્રોશ ને પગલે રાજકોટના ખૂણે ખૂણામાં મુખ્ય રસ્તાઓ સહિતની દુકાનો આજે બપોર સુધી સજ્જડ અને સ્વયંભુ બંધ રાખવામાં આવી હતી. જે વિસ્તારો ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, પરા બજાર, દાણાપીઠ, કોઠારીયા રોડ, સોરઠીયાવાડી, ચુનારાવાડ ચોક, ભક્તિનગર સર્કલ, ગુંદાવાડી, સોરઠીયાવાડી, જંકશન, ગાયકવાડી, રૈયા રોડ, બજરંગ વાડી, કૃષ્ણનગર મેઇન રોડ, ઢેબર રોડ, લોધાવડ ચોક, ગોંડલ રોડ, ગાયત્રીનગર રોડ સહિતના રાજકોટના મુખ્ય રસ્તાઓ માં વેપારીઓમાં ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ તંત્ર સામે નો લોકરોષ સામે આવ્યો હતો અને ભ્રષ્ટાચારી શાસકો સામે પ્રથમ વખત વેપારીઓ હિંમત દાખવી સ્વયંભૂ અને સજ્જડ બંધ રાખેલ છે. આ તમામ વેપારીઓ, બંધમાં જોડાનાર તમામ સ્કૂલ સંચાલકો શાળાના ટ્રસ્ટીઓ નો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ખરા દિલથી હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે એટલું જ નહીં રાજકોટમાં છેલ્લા એક માસથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીગ્નેશ ભાઈ મેવાણી અને સેવાદળ ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં કાર્યકરોને જોમ અને જુસ્સો પુરો પાડવામાં આવેલ હતો એક મહિનાથી સતત મીટીંગો, આવેદનપત્ર, કાર્યકરો આગેવાનો સાથે મંત્રણા દરેકને વોર્ડ વાઈઝ જવાબદારી વોર્ડ પ્રમુખો, મહિલા કોંગ્રેસ, NSUI, યુવા કોંગ્રેસ, એસસી એસટી સેલ, સેલના તમામ ચેરમેન અને કોંગ્રેસના તમામ નેતાઓ દ્વારા એક લાખથી વધુ પત્રિકાઓ ત્રિકોણબાગના કાર્યક્રમો અંગેની ડોર ટુ ડોર આપવામાં આવી હતી ત્યારબાદ રાજકોટ બંધના એલાન સંદર્ભે ભારતના અનેક રાજ્યોમાંથી જેમાં તેલંગાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્રથી આવેલા કોંગ્રેસના ચુનંદા કાર્યકરો દ્વારા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોને સાથે રાખી એકાદ લાખ પત્રિકાઓ વેપારીઓને જાહેર રસ્તા ઉપર હાથો હાથ આપી બંધ રાખવા નમ્ર વિનંતી અને અપીલ કરવામાં આવી હતી જે કહેવત ઉઠાવી તે તમામ શહેર કોંગ્રેસના કાર્યકરો અને ગુજરાત બહારથી આવેલા તમામ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો નો પણ આભાર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ વ્યક્ત કર્યો છે.

અતુલ રાજાણી.

 

Leave a Comment

Read More