ધ્રાંગધ્રા શહેર માં હળવદ રોડ પર ફેન્સી ઢોસા વાળી ગલીમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. સર્વેલન્સ સ્ટાફ બાતમી હકીકત વાળી જગ્યાએ ધ્રાંગધ્રા હળવદ રોડ પર ફેન્સી ઢોસા નજીક ગલીમાં તીન પત્તીનો જાહેરમાં હાર જીતનો જુગાર રમતા ચાર આરોપી ને રોકડ રકમ સહિત 15260 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યમાં શ્રાવણ મહિનો નજીક આવતા પહેલા જ જુગારની બદી પૂર બહારમાં ખીલી ઉઠતી હોય છે ત્યારે પોલીસ કોઈ પણ ભોગે આ બદી ને જડ થી નાબૂદ કરવા કડક એક્શન મોડમાં આવી જતી હોય છે.જેમાં ધાંગધ્રા ડીવાયએસપી જે ડી પુરોહિત ની સૂચનાથી સીટી પી આઈ એમ યુ મશી ના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા સીટી પોલીસ નો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તેં દરમિયાન સીટી પોલીસના કોન્સ્ટેબલ સરફરાઝભાઈ મલેકને ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર ફેન્સી ઢોસા નજીક જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. સર્વેલન્સ સ્ટાફ બાતમી હકીકત વાળી જગ્યાએ હળવદ રોડ ફેન્સી ઢોસા નજીક પહોંચી બાજુની ગલીમાં જાહેરમાં હાર જીતનો જુગાર રમતા નિલેશભાઈ મૂળજીભાઈ રબારી, સોહિલભાઈ સિકંદરભાઈ કાજી, શેરમહંમદભાઈ રસુલભાઇ મકરાણી, મહંમદ દાનીસ કાદરભાઈ મંડળી, તમામ ને ઝડપી 15,260 રોકડ રકમ ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ સામે સીટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
રિપોર્ટર : રવિરાજ સિંહ પરમાર….ધાંગધ્રા
Author: ભાગવત ભૂમિ
Hi