નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રેશનકાર્ડ ધારકોને વધારાની ખાંડ તથા રાહત દરે ૧ લીટર સીંગતેલના પાઉચનું વિતરણ સમયસર કરવા સૂચના

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ તા. ૧૭ ઓગસ્ટ – રાજકોટ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં વાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ વિતરણ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

        આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી ચેતન ગાંધીએ અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે તે માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

        જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રીબહેન વંગવાણી દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર યોજના હેઠળ વન નેશન વન રેશન કાર્ડથકી થતા અનાજ વિતરણની વિગતો, વાજભી ભાવની દુકાનના સ્થળ ફેરફારની અરજીઓ સહિતની વિગતો રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત, રાજ્યસરકાર દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રેશનકાર્ડ ધારકોને અપાનારા વધારાની ખાંડ તથા રાહતદરે ૧ લીટર સીંગતેલના પાઉચનું સમયસર વિતરણ કરવા સૂચના આપી હતી.

        આ બેઠકમાં ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા તથા શ્રીમતી દર્શિતાબહેન શાહે અનાજ વિતરણ વ્યવસ્થા બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

        ઉકત બેઠકમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વી.પી.વૈષ્ણવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે.સિંઘ તેમજ સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Read More