મહીસાગર જીલ્લાના બાલાસિનોર ખાતે જનમંચ કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષિતોએ પોતાની સમસ્યાઓની વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા સમક્ષ રજુઆત કરી

બાલાસિનોર ખાતે યોજવામાં આવેલા જનમંચમાં લોકોના મુખ્ય મુદ્દાઓમાં:

📌 તાલુકાના અનેક ગામોમાં તળાવો ભરવાની કોઇ વ્યવસ્થા નથી .

📌 શહેર અને તાલુકામા પીવાના પાણીની સમસ્યા

📌 ભાજપના નેતાઓ GIDC ની જાહેરાત કરે છે પણ સ્થળ પર કઈ થયું નથી, બને એટલી જલ્દી GIDC શરુ કરવા માંગ.

📌 રખડતા ઢોર, કુતરા, આખલા ની સમસ્યાથી જનતા ત્રસ્ત.

📌 તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી દૂરના અંતરે હોવાથી લોકો હેરાન થાય છે, બન્ને કચેરી એક જ જ્ગ્યા એ કાર્યરત થાય તેવી લોકોની ઉગ્ર માંગ.

📌 મોટા પ્રમાણમા ગેરકાયદેસર ખનન થઇ રહ્યું છે.

📌 નલ સે જલ યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર.

📌 પ્રાથમિક શાળાઓની જર્જરિત પરસ્થિતિ, બાળકો ભયજનક મકાનોમા ભણવા મજબૂર.

જેમાં શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “જનતાના અવાજને બુલંદ કરવા, કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા મજબૂત પ્લેટફોર્મ જનમંચમાં આવેલી આ ફરિયાદોના નિવારણ માટે લોક- આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભાથી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.”

વિરોધપક્ષના નેતા શ્રી અમિત ચાવડા, એઆઈસીસી સેક્રેટરી ઉષા નાયડુ,મહીસાગર જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ,પૂર્વ ધારાસભ્ય શ્રી, સહિત હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા જેમણે વિવિધ મુદ્દે “જનમંચ” માં રજૂઆતો કરી હતી અને આગેવાનોએ આ પ્રશ્નોના નિરાકરણ માટે સડક થી લઈને વિધાનસભા સુધી ઉઠાવવાની ખાત્રી આપી હતી

Leave a Comment

Read More