GCCI દ્વારા આયોજીત ગૌકુલમ વેબીનાર સિરીઝમાં

“ભારતમાં ગૌવંશની બંધારણીય અને કાનૂની સ્થિતિ પર શ્રી વિજય ખુરાના દ્વારા તા. ૨૧-૦૮-૨૦૨૪, બુધવાર ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે વેબીનારનું આયોજન

 

      ગૌકુલમ વેબીનાર સિરીઝ ગૌ જાગૃતિ અને ગૌ ઇકોનોમી દ્વારા સામાજિક-આર્થિક વૃદ્ધિ માટેની તકોને હાઇલાઇટ કરે છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર  ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાની અધ્યક્ષતામાં GCCI દ્વારા ભારતમાં ગૌવંશની બંધારણીય અને કાનૂની સ્થિતિ વિષયની વધુ સમજણ અને ગૌ સંરક્ષણ ને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે, ૨૧-૦૮-૨૦૨૪, બુધવાર ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

           શ્રી વિજય ખુરાના એક પ્રખર ગૌ ભક્ત છે, તેઓ રાષ્ટ્રીય ગૌ ધન મહાસંઘ ના નેશનલ કન્વીનર , કન્ફેડરેશન ઓફ એન.જી.ઓ. ઓફ ઈન્ડિયા ના પ્રેસિડેન્ટ તેમજ કાઉ ઝોન –કાઉ ડંગ બ્રિકેટ્સ મશીન ના સ્થાપક તેમજ GCCIના સલાહકાર તરીકે ની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ એ ગૌ અને ગૌ વંશની બંધારણીય અને કાનૂની સ્થિતિ પર બુક પણ સંપાદિત કરેલ છે.  

          “ભારતમાં ગૌવંશની બંધારણીય અને કાનૂની સ્થિતિ પર વેબીનાર દરમ્યાન વર્તમાન સામાજિક સાંસ્કૃતિક અને કાનૂની સંદર્ભમાં ગાય અને તેમના ગૌ વંશની બંધારણીય અને કાનૂની સ્થિતિની ચર્ચા શા માટે મહત્વપૂર્ણ છે. પ્રાચીન મહત્વ, સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ, સ્વતંત્રતા પૂર્વેનો યુગ, બંધારણીય જોગવાઈઓ (કલમ ૪૮, કલમ ૫૧A (g), કલમ ૨૪૬ અને ૭મી અનુસૂચિ), કાનૂની જોગવાઈઓ અને ન્યાયિક અર્થઘટન ,રાજ્યના કાયદા, દંડ અને અમલ,  સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

Leave a Comment

Read More