જેતપુર ખાતે પરંપરાગત રીત્તે જન્માષ્ટમી નિમિતે યોજાતા લોકમેળાનું આયોજન સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા કરવામાં આવનાર છે.

*જેતપુર જીમખાના ગ્રાઉન્ડ ખાતે તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધીના આ ૬ દિવસીય લોકમેળામાં સંગીત સંધ્યા સાથે કાનગોપી જેવા સ્ટેજ પ્રોગ્રામ યોજાશે.* *લોકોના મનોરંજન માટે જરા હટકે દરરોજ સાંજે પ્રશ્નમંચ યોજવામાં આવશે. બાળકો, યુવાનો, મહિલાઓ અને મોટેરાઓ માટે વિવિધ મનોરંજન રાઈડ્સ, બાળકો માટે રમકડાં સ્ટોલ માટે પૂરતી અને ઉચિત વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. આ લોકમેળો દરવર્ષની માફક આ વખતે પણ આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી જયેશભાઇ રાદડિયા સાહેબના વરદ હસ્તે તારીખ-24/08/2024 ના રોજ સાંજે 7:00 કલાકે જેતપુરની જનતા માટે ખુલ્લો મુકવામાં આવનાર છે. આ લોકમેળાની સફળ કરવા સીટી કાઉન્સિલ જેતપુરના શ્રી જયંતિભાઈ રામોલિયા, વી.ડી.પટેલ, પ્રવિણભાઈ ગજેરા, પ્રવિણભાઈ નંદાણીયા, મનહરભાઈ વ્યાસ, પ્રમુખ ચંદ્રેશભાઈ ધડુક, સેક્રેટરી વિનોદભાઈ સિધ્ધપરા, તેમજ પ્રોજેક્ટ ચેરમેન યોગેશ શિંગાળા, કો-ચેરમેન વિનોદ કપુપરા, અમિત ટાંક, રતિલાલ ખાચરિયા, હેમંતભાઈ ઢોલરિયા અને દરેક મેમ્બરો ભારે જહેમત ઉઠાવી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે.*

Leave a Comment

Read More

Bhagvat Bhumi

Typically replies within minutes

Any questions related to જેતપુર ખાતે પરંપરાગત રીત્તે જન્માષ્ટમી નિમિતે યોજાતા લોકમેળાનું આયોજન સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા કરવામાં આવનાર છે.?

🟢 Online | Privacy policy

join our group
WhatsApp Group