મોરબીમાં તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અજાણ્યા માનવ કંકાલની ઓળખ માટે તજવીજ શરૂ કરાઈ

માહિતી મળ્યે મોરબી તાલકા પોલીસ સ્ટેશનના ૦૨૮૨૨-૨૪૨૫૯૨ અથવા મો. નં. ૬૩૫૯૬ ૨૬૦૬૫ પર સંપર્ક કરવો

મોરબી, તા. ૨૯ ઓગસ્ટ

      ગત તા.૨૭/૦૮/૨૦૨૪ ૧૮:૩૦ એક અજાણી સ્ત્રી/કિન્નર જેની ઉવ-આશરે ૩૫ થી ૪૦ વર્ષનું એક માનવ કંકાળ મળી આવેલ જે કંકાલ ઉપર વાદળી કલરની બ્રા તથા કેશરી કલરનું બ્લાઉઝ તથા કેશરી કલરનો ચણીયો તથા મરુન કલરની ચુંદડી/દુપટ્ટો મળી આવેલ જેઓના હાથ ઉપર લાલ કલરની બંગળી ગળામાં સીલ્વર કલરનું માદળીયું તથા કાનમા પીળી ધાતુના બુંટીયા તથા બ્લુ કલરના સ્લીપર મળી આવેલ છે.આ કામે મરણજનારની લાશની ઓળખ થયેલ નથી.

      જે અજાણી સ્ત્રી/કિન્નર કે, તેના સગા સંબધીની કોઇ ઓળખ થયેલ ન હોય જેવાથી મરણ જનારની લાશની ઓળખ કરવા તેઓના વાલીવારસ અંગેની કોઇપણ માહીતી મળ્યેથી મોરબી તાલુકા પો.સ્ટે ટે.નં-૦૨૮૨૨-૨૪૨૫૯૨ તથા ૬૩૫૯૬ ૨૬૦૬૫ તેમજ ત.ક.અ.શ્રી ડિ.ડિ.જોગેલા પો.સબ.ઇન્સ. મોરબી તાલુકા પો.સ્ટે મો.નં-૮૨૦૦૦ ૬૮૩૭૨ ઉપર જાણ કરવા વિનંતી છે.

Leave a Comment

Read More