ગઢડા તાલુકાના રામપરા જેવા નાનકડા એવા અંતરિયાળ ગામમાંથી પિયુષભાઈ હરેશભાઈ સાંકળિયાએ ચાલુ વર્ષે નીટની પરીક્ષામાં 720 ગુણ માંથી 591ગુણ પ્રાપ્ત કરી બી.જે.સરકારી મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે સરકારી MBBS કોલેજમાં પ્રવેશ મેળવી રામપરા ગામ, શાળા અને સમાજનું ગૌરવ વધાર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પિયુષભાઈ હરેશભાઈ સાંકળિયાએ શ્રી રામપરા પ્રાથમિક શાળામાં એક થી પાંચ ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ મેળવી જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી નવોદય વિદ્યાલય ત્રાપજ ખાતે ધોરણ 6 થી 12 સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો હતો.
ગત વર્ષે લેવાય નીટની પરીક્ષામાં 720 ગુણ માંથી 591 ગુણ પ્રાપ્ત કરી ઓલ ઈન્ડિયા જનરલ મેરીટ લિસ્ટમાં 88013મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો તથા વિકલાંગ કેટેગીરીમાં ઓલ ઈન્ડિયામાં 100મો રેન્ક પ્રાપ્ત કરી અમદાવાદ ખાતે બી.જે.સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી મેડિકલ ક્ષેત્રે આગળનો અભ્યાસ કરવા માટે જનાર છે.
શિક્ષણ ક્ષેત્રે આ ઉજ્જવળ કારકિર્દી હાંસલ કરવા બદલ શ્રી રામપરા પ્રા. શાળા પરિવાર અને ગ્રામજનો અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.