વિછીયા અદાલત દ્વારા ચોરીના કેસમાં આરોપીને છ માસની સજા ફટકારેલ….

 

.

આ કેસથી ખરી હકીકત જોતા ગુજરાત રાજ્યના, રાજકોટ જિલ્લાના, વિછીયા શહેર ખાતે પોસ્ટ ઓફિસની બાજુમાં રાજપરા કુટુંબના રાજબાઈ માતાજીનો મોટો મઢ આવેલો છે અને મઢના પઢિયાર ગોરધનભાઈ લખમણભાઇ રાજપરા હોય જે દરરોજ માતાજીના દુપ – દીવા કરતા.

 

આમ રાબેતા મુજબના સમય મુજબ સવારે ગોરધનભાઈ રાજપરા મંદિરમાં માતાજીનો દુપ – દીવા કરવા ગયેલા અને ત્યાં જઈને જોયું તો માતાજીના પાલકમાં ચાંદીના છત્તર જેનો વજન ૫૦૦ ગ્રામ અને જેની કિંમત રૂપિયા ૨૫૦૦૦/- હતી. આમ ત્યાં ચાંદીના છત્તર જોવા ન મળતા ચોરી થઈ હોવાનું જાણવા મળેલ અને આ મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તારીખ:-૩૦/૦૧/૨૦૨૪ ના સવારે ૧૧:૦૭ મિનિટની આસપાસ એક પુરુષ અને એક સ્ત્રી માતાજીના મઢમાં આવી પાલકમાં ચઢાવેલ માતાજીના છત્તર લઈને પોતાની પાસે રહેલ થેલીમાં રાખી નીકળી જાય છે.

 

આમ પઢીયાર ગોરધનભાઈ લખમણભાઇ રાજપરા દ્વારા વિછીયા પોલીસ સ્ટેશન ખાતે ચોરી અંગેની ફરિયાદ લખાવેલ અને વીંછિયા પોલીસ સ્ટેશનના અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા સઘન – સઘળી અને તટસ્થ તપાસ કરી ચોટીલાના તાલુકા ગુંદા ગામના પુનાભાઈ લાખાભાઈ રાઠોડ અને ચોટીલા તાલુકાના કાબરણ ગામના ગીતાબેન કરસનભાઈ વાઘેલાની અટક કરી કાયદાકીય કાનૂની કાર્યવાહી કરેલ અને તે માલ રાજકોટના ગિરધરભાઈ ગાંડુંભાઈ માયાણીને તે માલ વેચવામાં આવેલ હતો તે માલ પણ મુદ્દામાલ તરીકે પોલીસે કબજે કરેલ.

 

આમ બન્ને આરોપીઓ અને માલ લેનાર અંગેની ફરિયાદ અને ચાર્જશીટ નામદાર કે.એન.જોષી સાહેબની કોર્ટમાં રજૂ થયેલ.

 

વીંછિયાના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ અને એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કે.એન.જોશી સાહેબશ્રી કોર્ટમાં કેસ ચાલી જતા બચાવો પક્ષના વકીલ દ્વારા બચાવો અંગેની દલીલો કરેલ અને સરકારી વકીલશ્રી શ્રીમતી કે.એમ.ચૌધરી દ્વારા નામદાર અદાલત સમક્ષ બંને આરોપીઓ દ્વારા જ ચોરી કર્યા અંગેની ધારદાર અને જોરદાર દલીલો કરેલ અને નામદાર કોર્ટ સમક્ષ એવી પણ દલીલ કરવામાં આવેલ કે મંદિરએ લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને લોકોની શ્રદ્ધા અને લાગણીઓ જોડાયેલ હોય છે અને આ લોકો દ્વારા જ ચોરી કરવામાં આવેલ જે સીસીટીવી કેમેરામાં કેદ પણ થયેલ છે અને તે ખૂબ જ મોટો પુરાવો છે જેથી બંને આરોપીઓને સખતમાં સખત કેદની સજા થવી જોઈએ જેથી બીજા લોકો પણ આવી હરકતો કરતા અટકી જાય.

 

આમ નામદાર કોર્ટ દ્વારા બચાવ પક્ષના વકીલશ્રીની અને સરકારી વકિલશ્રી શ્રીમતીકે.એમ.ચૌધરીની દલીલો સાંભળી અને ફરિયાદી,પંચો, સાહેદો, અને તપાસ કરનાર અધિકારી તથા પુરાવોને ધ્યાને લઈ વિંછીયાના નામદાર પ્રિન્સિપાલ અને એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટર ફર્સ્ટ ક્લાસ શ્રી કે.એન.જોશી સાહેબ દ્વારા ત્રણ આરોપીઓને સી.આર.પી.સી. કોડની કલમ ૨૪૮(૨) અન્વયે આઇ.પી.સી. કોડની કલમ ૩૮૦, ૪૫૪,૪૧૧ અને ૧૧૪ મુજબ ગુનામાં આરોપી નંબર ત્રણ – રાજકોટના ગિરધરભાઈ ગાંદુભાઈ માયાણીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ અને આરોપી નંબર – એક – પુનાભાઈ લાખાભાઈ રાઠોડ અને આરોપી નંબર – બે – ગીતાબેન કરસનભાઈ વાઘેલાને છ માસની સાદી કેદની સજા અને પ્રત્યેક આરોપીને ૨૦૦૦/- નો દંડ કરવામાં આવેલ અને આરોપીઓ દંડની રકમ ન ભરે તો વધુ દિન – ૩૦ ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ અને અદાલતમાં સંભળાવવામાં આવેલ.

Leave a Comment

Read More