ગોંડલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.મા સહકારી કાયદા મુજબ બીજી ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખની ચુંટણી પ્રાંત અધિકારી, ગોંડલના હુકમ મુજબ નિમાયેલા અધ્યાસી અધિકારી અને મામલતદાર આર .બી. ડોડીયાના અધ્યક્ષ સ્થાને બેઠક મળેલ તેમાં પ્રમુખ તરીકે કુરજીભાઈ એલ. ભાલાળા અને ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ જે.વાઢેર બિનહરિફ ચુંટાયેલા જાહેર થયા હતા આ તકે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા , જીલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા, ગોંડલ નાગરિક સહકારી બેંકનાં ચેરમેન અશોકભાઈ પીપળીયા, વા. ચેરમેન ગણેશસિંહ જાડેજા, એમ.ડી. પ્રફુલ્લભાઈ ટોળીયા, યાર્ડના વા. ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાય ઠુંમર, કનકસિંહ જાડેજા, રાજકોટ જીલ્લા સ. ખ. વેં. સંઘ લી. ના પ્રમુખ મગનભાઈ ઘોણિયા, , મેનેજર પ્રભુદાસભાઈ કીલજી તાલુકા સંઘના તમામ બોર્ડ ઓફ ડીરેકટરો, કર્મચારી ગણ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.