વિવિધ શાખાના અધિકારીઓ, સર્જકો,વિચારકો,પ્રોફેસરો અને લાભાર્થીઓની હાજરીમાં ઉત્તમ ચર્ચા…સંવાદ અને સરકાર શ્રીના 23 વર્ષના શ્રેષ્ઠ સુશાસનની વિવિધ યોજનાઓ અને પ્રજાની સુખાકારી અને દરેક ક્ષેત્રમાં વિકાસની શ્રેષ્ઠ કામગીરી અને એની માહિતીનું વહન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ આ ટોક શો દ્વારા કરવામાં આવ્યો…
ટોક શો નું સંચાલન,સંવાદ અને પ્રશ્નોતરી શ્રેષ્ઠ એન્કર શ્રી પ્રવીણભાઈ ખાચર કરવામાં આવી હતી….તો સામે બોટાદના નાગરીકો,પ્રોફેસરો અને વિચારકો સાથે લાભાર્થીઓએ પણ આ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને ઉત્તમ પ્રશ્નો પુછ્યાં હતાં ત્યારે તેમણે દરેક પ્રશ્નનો તલસ્પર્શી અને ખૂબ ઝીણવટભરી માહિતી આપી સૌને વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતાં.
સમગ્ર ટોક શો માટે શ્રી મૌલેશભાઈ સોલંકી ,શ્રી અનિરુદ્ધભાઈ ખાચર તથા કવિ કૉલેજના સાદગીપૂર્ણ પ્રિન્સીપલશ્રી અનિરુદ્ધસિંહ મકવાણા સર,તથા બોટાદના ખૂબ લોકપ્રિય સ્ટેજ સંચાલન અને નેશનલ ઍવોર્ડિત શિક્ષક તથા શ્રેષ્ઠ મોટીવેશનલ સ્પીકર શ્રી પ્રવીણભાઈ ખાચરે ઉત્તમ કામગીરી બજાવી હતી
અહેવાલ કનુભાઈ ખાચર