મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા પ્રોજેક્ટમાં જોડતા શ્રી રામપરા પ્રા.શાળાના બાળકો

પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત

ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રા. શાળામાં પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત ‘‘પ્લાસ્ટિક મુક્ત શાળા’’ પ્રોજેક્ટ કરવામાં આવ્યો. સૌ પ્રથમ શાળાના પ્રાર્થના સંમેલનમાં બાળકોને અને બાળકો દ્વારા વાલીઓને પ્લાસ્ટીકથી થતું નુકશાન વિષે માર્ગદર્શન આપવામાં આવેલ અને ‘‘મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા’’ સ્લોગન નીચે પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. ગામમાં, બજારોમાં અને દરેકના ઘરે જ્યાં ત્યાં રખડતી પાણીની કે સોડાની ખાલી બોટલ એકત્ર કરી તેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ભરી શાળામાં લાવવાનું પ્રોજેક્ટ કાર્ય બાળકોને આપવામાં આવેલ. આ અભિયાનમાં ધોરણ 6 થી 8 ના તમામ બાળકોએ ભાગ લઈને શાળામાં 800જેટલી વેસ્ટ બોટલો એકઠી કરી હતી. પ્લાસ્ટિક અને પ્લાસ્ટીકના પેકીંગમાં મળતી ખાવાની ચીજવસ્તુનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા દરેક બાળકોને ભલામણ કરવામાં આવી હતી.આ અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને શિક્ષકશ્રી અશ્વિનભાઈ બારૈયા દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Leave a Comment

Read More