Search
Close this search box.

Follow Us

ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રા. શાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના થકી જનજન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. ત્યારે ગઢડા તાલુકાના રામપરા પ્રા.શાળામા વિકસિત ભારત સંકલ્પ રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.
જિલ્લા પંચાયત બોટાદના ઉપ પ્રમુખશ્રી,જિલ્લા પંચાયતના સદસ્યશ્રી વાલજીભાઈ જાદવ,ગઢડા તાલુકા પંચાયતના સદસ્યશ્રી મહેશભાઈ ધરજીયા તથા તાલુકા અને જિલ્લાના અનેક અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.

‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ તેમજ સોઇલ હેલ્થ કાર્ડના લાભાર્થીઓએ પોતાને થયેલા સુખદ અનુભવો જણાવ્યા હતાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ધો.૩થી ૮ માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ,વિજ્ઞાન મેળામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર બાળકો તેમજ યોગાસનમાં રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા ઉપલબ્ધ કરાયેલાં સ્ટોલની મુલાકાત લઇને વિવિધ યોજનાઓની ગ્રામજઓએ માહિતી મેળવી હતી. વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.

બાળકો દ્વારા ” ધરતી કરે પુકાર…” શિર્ષક નીચે એક પાત્રિય અભિનય રજૂ કરવામા આવ્યું હતુ.કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More