ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ ગુરુ મહીમાને લગતી ધુન રજૂ કરી હતી તથા ગુરુપૂર્ણિમા વિશે વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.
શાળાના શિક્ષક અશ્વિનભાઈ બારૈયા અને જસ્મિનભાઈ લખતરીયા દ્વારા ગુરુ મહિમા વિશે વાતો કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષકોને કુમકુમ તિલક કરી પુષ્પગૂ્ચ્છ આપી ગુરુપૂજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં માંડવધાર ક્લસ્ટરના સી.આર.સીશ્રી વિનોદભાઈ કોરડીયા, શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ હાજરી આપી ગુરુપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી.
Author: ભાગવત ભૂમિ
Hi