સૌથી વધુ વરસાદ ધોરાજી તાલુકામાં ૧૦૪ મી.મી. નોંધાયો*
*વિંછીયા અને જસદણ તાલુકા સિવાય સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ*
*અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૪૩૩૨ મી.મી. વરસાદ નોંધાયો*
*રાજકોટ તા. ૨૪ જુલાઈ -* રાજકોટ જિલ્લામાં ગત તા. ૨૩ જુલાઈના રોજ સવારે છ કલાકથી બીજા દિવસ સવારે છ કલાક સુધી જિલ્લામાં કુલ ૩૯૩ મી.મી. નવા નીરની આવક થઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ ૪૩૩૨ મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ધોરાજી તાલુકામાં ૧૦૪ મી.મી. નોંધાયો છે.
તાલુકા મુજબ વિગતની વાત કરીએ તો પડધરી તાલુકામાં ૧૪ મી.મી., રાજકોટ શહેરમાં ૨૩ મી.મી., લોધિકા તાલુકામાં ૪૯ મી.મી., કોટડાસાંગાણી તાલુકામાં ૬ મી.મી., ગોંડલ તાલુકામાં ૨૩ મી.મી., જામકંડોરણા તાલુકામાં ૬૧ મી.મી., ઉપલેટા તાલુકામાં ૫૩ મી.મી., ધોરાજી તાલુકામાં ૧૦૪ મી.મી., જેતપુર તાલુકામાં ૬૦ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે જસદણ અને વિંછીયા તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
આ ઉપરાંત, અત્યાર સુધીમાં પડેલા કુલ વરસાદની તાલુકા પ્રમાણે વિગત જોઈએ તો પડધરી તાલુકામાં ૧૮૧ મી.મી.,રાજકોટ શહેરમાં ૨૭૦ મી.મી., લોધીકા તાલુકામાં ૪૨૭ મી.મી., કોટડાસાંગાણી તાલુકામાં ૨૭૪ મી.મી., જસદણ તાલુકામાં ૧૨૮ મી.મી., ગોંડલ તાલુકામાં ૩૭૬ મી.મી., જામકંડોરણા તાલુકામાં ૪૯૫ મી.મી., ઉપલેટા તાલુકામાં ૭૨૨ મી.મી., ધોરાજી તાલુકામાં ૭૭૯ મી.મી., જેતપુર તાલુકામાં ૪૮૭ મી.મી. તથા વીંછિયા તાલુકામાં ૧૯૩ મી.મી. મળીને કુલ ૪૩૩૨ મી.મી. વરસાદ નોંધાયો છે, તેમ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે.