Search
Close this search box.

Follow Us

રાજકોટ જીલ્લા ભાજપ કમલમ ખાતે અટલ બિહારી બાજપાઈજીની ૧૦૦મી જન્મજયંતિ નિમિતે સુશાસન દિવસે પુષ્પાંજલિ કાર્યક્રમ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યોજાયો

ઢોલરીયા, જાડેજા, હેરભા, માંકડિયા
પૂર્વ પ્રધાનમંત્રી ‘ભારતરત્ન’ અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી નિમિત્તે જિલ્લાના તમામ મંડલકક્ષાએ પુષ્પાંજલી કાર્યક્રમ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યોજાયો.
રાજકોટ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સુશાસન દિવસ નિમિત્તે દેશના ૧૦માં વડાપ્રધાન અને ભારતરત્નથી સન્માનિત એવા સ્વ.અટલબિહારી બાજપાઈજીના ૧૦૦માં જન્મદિન નિમિત્તે રાજકોટ જિલ્લા ભાજપ કમલમ ખાતે જિલ્લા કક્ષાનો સુશાસન દિવસનો પુષ્પાંજલિ કાર્યક્રમ કમલમ તેમજ તમામ મંડલ કક્ષાએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે, સ્વચ્છતા અભિયાન, ફ્રુટ વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા.
દેશના ૧૦માં વડાપ્રધાન અને ભારતરત્ન સન્માનિત એવા સ્વ.અટલબિહારી બાજપાઈજીનો આજે ૧૦૦મો જન્મદિન હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી આજના દિવસને ગુડ ગવર્નન્સ ડે એટલે સુશાસન દિવસ તરીકે યાદ કરે છે અને રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા આજે જિલ્લા કક્ષાની સુશાસન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા મહામંત્રી, જિલ્લા પંચાયત સહિત જિલ્લા અને તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે અટલબિહારી બાજપાઈજીના જીવન ચરિત્ર વિશે મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શ્રદ્ધેય અટલ બિહારી બાજપાઈના જન્મ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવી તે અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા રાજકોટ જીલ્લા અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયાના માર્ગદર્શન હેઠળ, જીલ્લા મહામંત્રીશ્રીઓ છોટે મનસે કોઈ બડા નહિ હોતા,
ટુટે મનસે કોઈ ખડા નહિ હોતા”
તેઓ રાજનીતિના દાવપેચ નહિ પણ પ્રજાના ખરા સેવક બનીને સતા હોય કે ન હોય લોકોની વચ્ચે રહીને લોકોની સેવા કરી છે.
શ્રી અટલજી પ્રથમવાર ચૂંટણી લડીને સંસદમાં પ્રથમ પ્રવચન આપ્યું ત્યારે સંસદના સભ્યો અટલજીથી અભિભૂત થઈ ગયા હતા. જયારે જયારે સંસદમાં અટલજીનું પ્રવચન હોય ત્યારે સાંસદો સમયસર આવી જતા તેમની વાણીમાં અસ્ખલિત રાષ્ટ્રભાવના છલકાતી સાથો સાથ ઋજુ હૃદયના કવિ પણ હતા એટલેજ તેમને સાંભળવા વિરોધીઓ પણ આવી જતા. આવા આપણા અજાતશત્રુ, સર્વમાન્ય શ્રી અટલજીને તેમના સમયકાળ દરમ્યાન આપેલ સુશાસનને દેશની જનતા હંમેશા યાદ રાખશે.
આ તકે હરેશભાઈ હેરભાએ શ્રી અટલજીના પુષ્પાંજલિ અર્પી જણાવ્યું હતું કે, શ્રી અટલજીના જન્મદિન સુશાસન દિવસ ઉજવીને તેમના શાસનકાળ દરમ્યાન કરેલા વિકાસકાર્યોને આજે પણ લોકો ખુબ યાદ કરે છે. આભારવિધિ કરી હતી.
આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં જીલ્લા ભાજપના હોદેદારો, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, રાજકોટ, પડધરી તેમજ કોટડાસાંગાણીના પ્રમુખશ્રી તેમજ મહામંત્રીશ્રીઓ, તેમજ ચારેય તાલુકાના આગેવાન કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કરેલ. તેમ જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ,સહ-ઇન્ચાર્જની યાદીમાં જણાવેલ છે.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More