Search
Close this search box.

Follow Us

જસદણની ટીમે કબડ્ડી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મેદાન માર્યું મો કિસાન કબ્વી પ્રભિાય

રાજકોટ મિરર, તા. ૨૮ : ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચા ગુજરાત પ્રદેશ આયોજિત નમો કિશાન કબડ્ડી પ્રતિયોગિતા ૨૦૨૩ અંતર્ગત રાજકોટ જિલ્લા કિશાન મોરચા દ્વારા જીલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા ગોંડલ ખાતે યોજવામાં આવેલ હતી. જેમાં રાજકોટ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન ટીમ બનેલ જસદણ શહેરની ટીમને ગુજરાત પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવેલ હતી. જે પ્રદેશ કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જસદણ શહેરની ટીમ ફાઈનલ સુધી પહોચી ફાઈનલમાં રનરઅપ રહી હતી. આ પ્રદેશ કક્ષાની કબ્બડી સ્પર્ધામાં રાજકોટ જીલ્લાની જસદણ શહેરની ટીમ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે તથા ગુજરાત રાજ્યમાં બીજા નંબરે આવતા રાજકોટ જીલ્લા સંગઠન પ્રભારી ધવલભાઈ દવે, જીલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયા તથા જીલ્લા હોદેદાર, જીલ્લા મોરચાના હોદેદાર અને કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More

ગુજરાત/મધ્યપ્રદેશ રાજયોમાં ૫૦ થી વધુ ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલ ગેંગને કિં.રૂ.૧૪,૯૫,૬૫૬/- ના સોનાના મુદ્દામાલ સાથે પકડી પાડી, રાજુલા તથા મહુવા પો.સ્ટે. માં દાખલ થયેલ ઘરફોડ ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ