બ્રમ્હલીન પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજ દ્વારા પોતાના ગુરુદેવ બ્રમ્હલીન પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી રણછોડદાસજી મહારાજ ની સંસ્મૃતિમાં સ્થાપિત શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ, ગોંડલ ખાતે તારીખ ૨૫/૧૨/૨૦૨૩, સોમવારના રોજ ગોંડલના ગૌરવ એવા શ્રી અમી બેરા કે જેઓ અમેરિકા માં છેલ્લા ૩ ટર્મ થી અમેરિકાના કેલીફોર્નીયા પ્રાંતના સંસદ તરીકે ચુંટાઇ આવે છે તેમના પિતાશ્રી અને ગોંડલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી બાબુભાઇ બેરા સાથે અમેરિકા ના ખ્યાતનામ કેન્સર ફીઝીશીયન ડો ભાણજીભાઈ કુંડરીયા, ડો રિમલભાઈ બેરા, અને શ્રી શાંતિભાઈ ફળદુ ની અધ્યક્ષતા માં અમેરિકાની કેલીફોર્નીયા યુનિવર્સીટી ના મેડીકલ અભ્યાસક્રમના ૧૧ વિદ્યાર્થીઓ એ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી, મુલાકાત દરમિયાન તેમને સંસ્થાના ડોકટર્સ જેવાં કે ડો.આર.બી શાહ સાહેબ, ડો. વિધુત ભટ્ટ સાહેબ, ડો ફાલ્ગુન ગોંડલીયા સાંહેબ, ડો ચિરાગ ઠુંમર સાહેબ તથા મેનેજમેન્ટ ડો ચિરાગ જોષી અને શ્રી મુકેશ જાની સાથે હોસ્પિટલ ની પ્રવૃતિ, અને પેશન્ટ ની સારવાર અને રોગોના પ્રિવેન્શન એક્ટીવીટી બાબતે ચર્ચાઓ કરેલ. આ કામ ને સફળ બનાવવા માટે શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ના મેનેજીંગ ડીરેક્ટર શ્રી બીપીનભાઈ ભટ્ટ, ગોંડલ ના ડો એલ.આર પટેલ, શ્રી વલ્લભભાઈ કનેરિયા, અને શ્રી સુભાષભાઈ દુદાણી, શ્રી રમણીકભાઈ જીવાણી દ્વારા જહેમત ઉઠાવેલ.