Search
Close this search box.

Follow Us

થાનગઢ નજીક ના જુના સોનગઢ ના કિલ્લા ની જાળવણી હવે યુવાનો ના શીરે

એક સમયે થાનગઢ ચોવીસી નો અહીંયા થી થતો વહિવટ

ઈતિહાસ માં સોનેરી અક્ષરે લખાયેલ છે આ કિલ્લાની વાત
થાનગઢ નજીક જુના સોનગઢ નો ઐતિહાસિક ધરોહર સમો કિલ્લો કાળ ની અનેક થપાટો સામે અડીખમ ઊભો છે ત્યારે હવે કાઠી ક્ષત્રિય સમાજ ના યુવાનો આ કિલ્લાની સાફ સફાઈ નું અભિયાન અંતર્ગત ઝાડીઝાખરા દૂર કરી ઐતિહાસિક ધરોહર ને બચાવવા પ્રયત્નશિલ બની રહ્યા છે ત્યારે થાનગઢ ચોવીસી નો વહિવટ એક સમયે આ કિલ્લામાં થી થતો હોય તે સમયના થાનગઢ ના ધણી એવા નાજા કરપડા હસ્તક હોય ટેકરી ઉપર નયનરમ્ય સ્થળ ધરાવે છે બાજુમાં જ ધાર્મિક સ્થળ ગુરુ ગેબીનાથ નું મંદિર આવેલ છે તેની સામે ની ટેકરી ઉપર જુના સુરજદેવળ મંદિર આવેલ છે હાલ કિલ્લો જર્જરિત હાલતમાં જોવા મળે છે થોડું સમારકામ થાય તો જળવાઈ રહે તેમ છે આ કિલ્લાની એક ડોક્યુમેન્ટ્રી તૈયાર કરવામાં આવશે તેમ રામકુભાઇ કરપડા એ જણાવ્યું હતું

સોનગઢ નો કિલ્લો જુના સોનગઢ ગેબીનાથ ની જગ્યા પાસે

તે બાબતે છેલ્લા બે વર્ષ થી પુરાવા એકઠા કરતાં તમામ ડોક્યુમેન્ટ મેળવતા તે “કરપડા” ની માલિકી હતી અને છે અને રહેશે સુધી આપણને માટે તમામ કરપડા ઓ ને આ બાબતે એક મિટિંગ યોજી આ માટે આગળ વધવા માટે ખાસ આમંત્રણ છે
જેમાં રાજકોટ અને ઉદયપુર રાજસ્થાન ના જુના ગ્રંથાલયમાં અને રાજકોટ એજન્સી સમયના કાગળ પુરાવા એકઠા કરતાં વધુમાં માહિતી પ્રાપ્ત કરી છે લખતર ઠાકોર સાહેબ અને સોનગઢ ના કેસ જુના સુરજદેવળ બાબતે મા લખતર ઠાકોર સાહેબ ના કેસ બાબતે અંગ્રેજ એજન્સી કોર્ટમાં કેસ ઉદયપુર આધારિત મા સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે જેમાં જણાવ્યું છે કે જુના સોનગઢ નો ગઢ વિસ્તાર કિલ્લો સમગ્ર “કરપડા” ઓની માલિકી નો હતો અને રહેશે માટે અલગ સોનગઢ નવું વસાવવાની નોબત આવેલી જે જુના સુરજદેવળ મંદિર બાબત ના કેસ માં અંગ્રેજ એજન્સી કોર્ટમાં ચુકાદો આપેલ છે ઉદયપુર કોર્ટ આધારીત તો આવનાર સમય માં કરપડાઓ આ કિલ્લાની માલિકી હસ્તગત કરે અને એકમાત્ર હાલ જર્જરિત હાલતમાં બચેલ કિલ્લો ને વધુમાં સાચવે તે પહેલી ફરજ તમામ “કરપડા ” ની બને છે તો વહેલાસર આ બાબતે પેશકદમી ચણતર થાય એ પહેલા ખાસ નોટીસબોર્ડ લગાવવું પડશે કે આ કિલ્લાની અદર કોઈએ નુકસાન પહોચાડવું નહીં અને કોઈ નુકસાન કરશે તેવું ફલિત થશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હાલ કિલ્લાની બહાર ના ભાગમાં પેશકદમી ચાલુ થઈ છે મકાનો પાક્કા ચણવાનુ કામ ચાલુ છે કોઈ અવાજ અથવા માલિકી હક્ક ની વાત નહીં કરે તો આવનાર સમયમાં કિલ્લા અદર પણ પેશકદમી ચણતર થતા સમય લાગશે નહીં હાલ ની કિલ્લાની અવસ્થા હાલત ની ફોટોગ્રાફી વિડીયો ગ્રાફી સાથે ડ્રોન તસ્વીર શુટિંગ કરેલા છે ડોક્યુમેન્ટ માટે સાથેસાથે સેટેલાઇટ તસ્વીર પણ લીધેલ છે તો આ બાબતે હવે સજાગ બની તમામ કરપડા ઓ એ વિચારવિમર્શ કરી આ કિલ્લાને સાચવણિની તૈયારી પણ સંપૂર્ણ કરવામાં આવી છે આ કિલ્લો આવનાર સમયમાં એક પ્રવાસન સ્થળ તરીકે પણ પ્રસિધ્ધ થાય તેમ છે માટે તમામ “કરપડા” ભાઈઓ ને આ બાબતે આગળ આવવું જોઈએ

રિપોર્ટર પરમાર ભગીરથસિંહ મુળી

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More