ગોંડલ તાલુકા ની સરકારી ચરખડી પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓ સાથે પ્રશિક્ષક તરીકે નરારા ટાપુ ની દરિયાઈ જીવ સૃષ્ટિ નું માર્ગદર્શન અને આપણા અસ્તિત્વ માં તેની ઉપયોગીતા સમજાવવા માટે શાળા ના વિદ્યાર્થીઓ સાથે તેમના આચાર્ય શ્રી તથા શિક્ષકો એ નરારા ટાપુ ની સફર ખેડી…
સરકારી પ્રાથમિક શાળા ચરખડી ના વિદ્યાર્થીઓએ પહેલી વખત શૈક્ષણિક પ્રવાસ નો આસ્વાદ માણવા નરારા ટાપુ ની દરિયાઈ જીવ સૃષ્ટિ નો પ્રત્યક્ષ અનુભવ કર્યો..વિવિધ જીવો ને જોયા જાણ્યા અને તેની વિસ્તૃત જાણકારી મેળવવા સાથે જમીન થી ત્રણ ગણી વિશાલ દરિયાઈ જીવસૃષ્ટિ અને તેની ઉપયોગીતા તેમજ તેની જાળવણી આપણે કેવી રીતે કરી શકીએ તેનું માર્ગદર્શન મેળવ્યું..શિક્ષકો સાથે બાળકોએ પણ દરિયાઈ જીવસૃષ્ટિ નો આનંદ માણ્યો..
ભાવિ પેઢી આપણા પર્યાવરણ..પ્રકૃતિ વારસા ને જાણે અને તેની જાળવણી કરે તેવા હેતુ થી નરારા ટાપુ ના આ પ્રવાસ માં પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા શાળા ના વિદ્યાર્થીઓને પ્રકૃતિ..પર્યાવરણ..દરિયાઈ જીવસૃષ્ટિ વિશે ખુબજ સરળ ભાષા માંઅને નિઃશુલ્ક માર્ગદર્શન અને જાણકારી આપવા બદલ શાળાના આચાર્ય અને શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો…