Search
Close this search box.

Follow Us

કલાપથ સંસ્થા ભાવનગર સાઉદી અરેબિયાનાં પ્રવાસે ઇન્ટરનેશનલ માઉંટેન ફોક ફેસ્ટિવલમાં સમગ્ર ભારતમાંથી કલાપથ સંસ્થા ભાવનગરની પસંદગી

તારીખ૧૮ થી૨૮જાન્યુઆરી -૨૦૨૪ દરમિયાન સાઉદી અરેબિયા ખાતે આંતરરાષ્ટ્રીય
માઉંટેન ફોક ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે જેમાં “નેશનલ સેન્ટર પરફોર્મિંગ આર્ટ્સ” દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ કુશલ દીક્ષિત અને મૃણાલ દીક્ષિત સંચાલિત ભાવનગર (ગુજરાત)ની સુપ્રસિદ્ધ ક્લાસંસ્થા કલાપથની સમગ્ર ભારતમાંથી પસંદગી કરવામાં આવી છે જેમાં યુનેસ્કોમાં સ્થાન પામેલ ગુજરાતનો ગરબો સહિત સતત સાત દિવસ સુધી દરરોજ ૬૦ મિનિટનાં પર્ફોર્મન્સમાં ગુજરાતની વિવિધ લોકકલાનાં કામણ પાથરી વિશ્વમાં ગુજરાત અને ભારતનું નામ રોશન કરી ભાવેણાનું ગૌરવ વિશ્વના ફલક પર વધારશે ૧૦ દિવસ ચાલનારા આ આંતરરાષ્ટ્રીય ફોક ફેસ્ટિવલમાં ૨૬મી જાન્યુઆરીનાં રોજ યોજાનારી પરેડમાં પણ કલાપથનાં કલાકારો જોડાશે વિશ્વભરના વિવિધ દેશો પોતાના સાંસ્કૃતિક કલા વારસાનાં ઓજસ પાથરશે જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી ભાવેણાની લોકપ્રિય કલાપથ સંસ્થાનાં સંચાલક કુશલ દીક્ષિતનાં માર્ગદર્શન હેઠળ અંકિત મકવાણા, શ્રેયાન્સ ગોહેલ, ધર્મેશ મુંજપરા, વિજય સુવા,કુલદીપ ચાવડા,હર્ષ સોની, નેહા મણીયાર, અવની મણીયાર, જાનકી મણીયાર,ઋતુ મકવાણા, ભાવિ અજવાળીયા, પ્રિયાંશી મુંજપરા અને જિનલ વાઘેલા વગેરે કલાકારો વિદેશમાં કલાયાત્રા કરવા જઈ રહ્યાં છે જે ભાવેણા અને ગુજરાત માટે ગૌરવવંતી બાબત છે

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More