વિસાવદરતા.વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ-વિસાવદરના સભ્યો સુરેશભાઈ સાદરાણી,નયનભાઈ જોશી,તથા ધર્મેશભાઈ વિરાણી તરફથી વિસાવદર શહેર તથા તાલુકાની જનતા માટે સબવાહીની ખરીદ કરવા માટે છેલ્લા એકાદ માસથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેની જાણ વિસાવદરના જીવાપરા વિસ્તારના યુવા કાર્યકર ઉદયભાઈ મહેતાને થતા તેઓએ પ્રથમ તો રાજકોટ સ્થિત કાનભાઈ કાનગડ ને કરી તેમના તરફથી રૂપિયા ૨૧,૦૦૦/- ફાળો અપાવેલ ત્યારબાદ આ બાબતની જાણ બ્રહ્મ સમાજના વયોવૃદ્ધ વડીલ અને માડાવડ ગામના રાજગોર સમાજના પ્રભાશંકર બાપાને થતા તેઓએ એક પણ રૂપિયાની માગણી કર્યા વગર સામેથી બોલાવી રૂપિયા ૫૧,૧૧૧/- રૂપિયા બોલાવીને આપેલ હતા અને જ્યારે જ્યારે આર્થીક જરૂરિયાત ઉભી થાય ત્યારે વિના સંકોચે યાદ કરી સેવાની તક આપવા કાર્યકરોને જણાવેલ ત્યારબાદ ફરીથી આ અંગેની જાણ જુનાગઢ ના સાંસદ રાજેશભાઇ નારણભાઇ ચુડાસમાને ઉદયભાઈ મહેતા દ્વારા કરાતા બન્ને તરફથી આજરોજ રૂપિયા ૨૧,૧૧૧/- આપવાની જાહેરાત કરાતા ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા જુનાગઢ ના સાંસદ રાજેશભાઇ નારણભાઇ ચુડાસમાને ઉદયભાઈ મહેતાનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો