થોડા સમય પહેલા સાટોડીયા પરિવારના આશાસ્પદ યુવાન એવા સ્વ. મિલન ચુનિભાઇ સાટોડીયા નું ખૂબ જ નાની વયે હાર્ટએટેક ના લીધે અવસાન થયું હતું તેમના પિતાશ્રી ચુનિભાઇ ને એક નો એક દિકરો અને એક દિકરી જ હોય અને મિલનભાઈ ને અને સંતાનમાં એક 2 વર્ષ ની દીકરી હોય તેથી પોતાની પુત્રવધુ ને દિકરી ની જેમ પરણાવીને સાસરે વિદાય આપત્તા ચુનિભાઇ ગાંડુભાઈ સાટોડીયા અને દિકરીનું કન્યાદાન કરતા ગૌલોકવાસી વિઠ્ઠલભાઇ રાદડિયા જૂથ સહકારી મંડળીના પ્રમુખ અને ખેડૂત નેતા જગદીશભાઈ સાટોડીયા તેમજ દિકરીનાભાઈ બનીને જવતાલ હોમતા યુવા ભાજપ પ્રમુખશ્રી અને લેવા પટેલ સમાજના યુવા નેતા જીગરભાઈ સાટોડીયા તેમજ સમગ્ર સાટોડીયા પરિવારે પુત્રવધૂને દિકરી ની જેમ પરણાવીને વિદાય કરાવતા સાટોડીયા પરિવારે દરેક સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરો પડ્યો છે.
Author: ભાગવત ભૂમિ
Hi