જય જય ગરવી ગુજરાત…કાઠિયાવાડી વિશ્વ ના કોઈપણ દેશ માં હોય તેને વતન ની યાદ હૈયા માં હંમેશા રહેતી હોય છે..
અમેરિકા માં સ્થાઈ થયેલા પાક્કા કાઠિયાવાડી ધર્મેશભાઈ ડાયાભાઇ પટેલ અને તેમના પરિવારજનો એ પરિવારના વડીલશ્રી સ્વ. ડાયાભાઈ ભીમજીભાઈ કળથીયા ની પુણ્યતિથિ નિમિતે સરકારી પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા ગરીબ પરિવાર ના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે અમેરિકા થી વ્હાલ સાથે શિયાળા નું પૌષ્ટિક આહાર શુદ્ધ દેશી ઘી મા સુકામેવા સાથે તૈયાર કરેલ પૌષ્ટિક અડદિયા અને ગોંડલ ની પ્રખ્યાત કેડબરી માંડવીની ચીક્કી, અને તલ ની ચીક્કી ની ભેટ મોકલી ને પરિવારના સ્વ.ડાયાભાઇ ભીમજીભાઈ કળથીયા વડીલ ની સ્મૃતિમાં વતનના વિદ્યાર્થીઓ ને પૌષ્ટિક આહાર નો આસ્વાદ કરાવ્યો..
ગોંડલ ની સરકારી શાળા નં.7,પાંચિયાવદર સરકારી સિમ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વેરી તળાવ પાસે આવેલ ઝૂંપડપટ્ટી ના બાળકો અને વડીલો સહિત ટોટલ 350 લોકોને શુદ્ધ દેશી ઘી અને કાજુ બદામ કિસમિસ સાથે પૌષ્ટિક અડદિયા અને તલ અને માંડવીની કેડબરી સ્વાદ ની ચીક્કી ની ભેટ ગોંડલ ના સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા રૂબરૂ વિદ્યાર્થીઓને શાળા ના આચાર્ય.શિક્ષકો ના સહકાર થી વિતરણ કરવામાં આવેલ..
આ તકે શાળા ના આચાર્ય તેમજ શિક્ષકોએ સરકારી શાળાના જરૂરિયાતમંદ ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને પૌષ્ટિક અડદિયા 400 ગ્રામ અને સ્વાદિષ્ટ ચીક્કી 400 ગ્રામની ભેટ આપવા બદલ ધર્મેશભાઈ ડાયાભાઇ પટેલ USA અને પરિવારજનો નો આભાર વ્યક્ત કરતા.અવારનવાર શાળા માં અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક સાધનો તેમજ અન્ય ભેટ આપવા બદલ આભાર વ્યક્ત કરેલ હતો…