Search
Close this search box.

Follow Us

ગોંડલના વાસાવડમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અને ગ્રામ પંચાયત સંચાલિત એસ.એસ.અજમેરા હાઇસ્‍કુલ દ્વારા તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકતૃત્‍વ સ્‍પર્ધા યોજાઇ

 

મોવિયાઃ ગોંડલ તાલુકાના વાસાવડ ગામે પ્રાથમિક આરોગ્‍ય કેંદ્ર વાસાવડ અને ગ્રામ પંચાયત સંચાલિત શ્રીમતી એસ,એસ. અજમેરા હાઇસ્‍કુલ દ્વારા તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત એક વક્‍તૃત્‍વ સ્‍પર્ધાનુ આયોજન કરવામાં આવ્‍યુ હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો જેમાં તમાકુ ની વિવિધ બનાવટોની માનવ ઉપર થતી હાનિકારક અસરો વિશે વિદ્યાર્થીઓએ પોતાના વક્‍તવ્‍યમાં માહિતી આપી હતી. કાર્યક્રમમાં હાજર રહેલા પ્રાથમિક આરોગ્‍ય કેંદ્રના ડો.ᅠપી.ડી.સોલંકીએ તમાકુની આડ અસર વિશે માહિતી આપી હતી તેમજ આરોગ્‍ય કેન્‍દ્રના ઘનશ્‍યામભાઇ પરમારે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતુ. શાળાના આચાર્ય એસ.પી.સોંદરવાએ આ દિવસ અંગેની જાણકારી આપી હતીᅠ સંચાલન શાળાના સિનિયર શિક્ષકᅠએચ. બી કાવઠીયા અનેᅠજે.જી. બાંભરોલીયાએ કર્યુ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવા માટે ડો.મયુર પટેલ ગોંડલ તરફથી દીવાલ ઘડિયાળ તેમજ ખુશ્‍બુ આઇસ્‍ક્રીમ દેરડી તરફથી એક-એક બોલપેન તેમજી મયુર પ્‍લાઇવૂડ તરફથી મગ કપ એક-એક તથા આરોગ્‍ય વિભાગ તરફથી સ્‍કૂલ બેગ અને પાઉચ દરેક ભાગ લેનાર વિદ્યાર્થીઓને આપેલ હતા.(તસવીર – અહેવાલઃ અશોક પટેલ-મોવિયા)

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More