મુળી ના સરલા ગ્રામ પંચાયત ની ગંભીર બેદરકારી આવી સામે પાણી ની પાઈપલાઈન લીકેજ ના કારણે મકાનમાલિક ત્રાહિમામ અનેક રજુઆત કરવા છતાં જૈસે થે જેવી પરિસ્થિતિ

વિડીયો વાયરલ કરી મકાન પડશે તો જવાબદારી કોની? ગોરધનભાઈ નો આક્રોશ

મુળી ના સરલા ગ્રામ પંચાયત ની પાણી વિતરણ ની પાઈપલાઈન જે ૪૦ વર્ષ જુની હોય અને મકાનો ના પાયા માં લીકેજ ના કારણે પાયા હચમચી ગયા હોય અને અનેક તિરાડો પડી ગઈ હોય ગમે તે સમયે મકાનો ધરાશય થાય તેમ હોય ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર મુળી કલેક્ટર સુરેન્દ્રનગર ખાતે અનેક રજુઆત ગોરધનભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી છે તેઓ નો આક્ષેપ હોય કે ગામ પંચાયત સરલા સરપંચ દ્વારા ઓરમાયું વર્તન કરી આને કોઈ રીપેરીંગ કામ કરવામાં આવતું નથી એટલે મકાન માં મોટી મોટી તિરાડો પડી ગઈ છે અને ગમે તે સમયે ધરાશય થાય તેમ છે અમો પણ સતત ભય ના ઓથાર નીચે જીવી રહ્યા છીએ ત્યારે આ કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદારી કોની? ? સાથે તેઓએ વિડીયો વાયરલ કરી ગામ પંચાયત સરલા અને અધિકારીઓ સામે સવાલો ઉભા કરતા વિડીયો માં જણાવી રહ્યા છે છેલ્લા ચાર મહિના થી તેઓ સતત રજુઆત કરતાં આવે છે પરંતુ પરીણામ શુન્ય છે ત્યારે તેઓએ વિડીયો વાયરલ કરી જો આ મકાન પડશે અને જીવહાની કોઈ થશે તો તમામ અધિકારી સરપંચ આના જવાબદાર રહેશે તેમ જણાવ્યું હતું..

રિપોટર પરમાર ભગીરથસિંહ મુળી

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More