ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનની પીટ લાઇન પર ચાલી રહેલા સમારકામના કામને કારણે પશ્ચિમ રેલ્વેએ પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનોને 30.04.2024 સુધી સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને, રેલ્વે પ્રશાસને 15.04.2024 થી અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે સોમવાર, મંગળવાર અને બુધવાર નીચેની ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે, જેની વિગતો નીચે મુજબ છે:-
1. ટ્રેન નંબર 09516/09515 પોરબંદર – કાનાલુસ – પોરબંદર
2. ટ્રેન નંબર 09552/09551 પોરબંદર – ભાણવડ – પોરબંદર
3. ટ્રેન નંબર 09549/09550 પોરબંદર – ભાણવડ – પોરબંદર
ઉલ્લેખનીય છે કે ટ્રેન નંબર 09551 ભાણવડ-પોરબંદર ટ્રેનના સમયમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભાણવડ સ્ટેશનથી 21.50 કલાકે ઉપડશે.