Search
Close this search box.

Follow Us

24 એપ્રિલ, “વર્લ્ડ વેટરનરી ડે” Ø કોઈ પણ રાષ્ટ્રની મહાનતા અને તેની નૈતિક પ્રગતિનો આધાર તે દેશના લોકોની પ્રાણીઓ સાથેની વર્તણુક દ્વારા નક્કી કરી શકાય છે. – મહાત્મા ગાંધી

જેવી રીતે માણસ બીમાર થાય છે ત્યારે ડોક્ટર પાસે જાય છે એવી જ રીતે પશુ, પક્ષી અને પ્રાણીઓ માટે જે ચિકિત્સા વ્યવસ્થા કરવામાં આવે છે તેને વેટરનરી કહે છે. ઘવાયેલા કે બીમાર પશુ – પક્ષી, પ્રાણીઓની ચિકિત્સાને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે વેટરનરી ડે ઉજવવામાં આવે છે. જે ડોક્ટર્સ આ જીવોની ચિકિત્સા કરે છે તેમને વેટરનર્સ કહેવામાં આવે છે.

વિશ્વમાં જુદા જુદા સ્થાનો પર આવા વેટરનર્સને ટ્રેનિંગ આપવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટસ પણ છે. વેટરનર્સ દરરોજ કોઈ ને કોઈ નવી સમસ્યાઓનો સામનો કરતા રહે છે, કારણ કે ટ્રીટમેન્ટમાં માણસ જેટલી શાંતિ અને સમજદારીથી સહયોગ કરે છે એટલી જ સહજતાથી પશુ, પક્ષીઓ કે પ્રાણીઓ સહયોગ કરી શકતા નથી. જેથી આ કાર્ય ઘણું અઘરું બની જાય છે. અહીં જયારે પેટ એનીમ્લ્સની વાત કરીએ તો એ ઘણા સમજદાર હોય છે. કોઈ પણ ફેમીલીમાં લોકો એમને એક ફેમીલી મેમ્બર તરીકે ટ્રીટ કરે છે, એક બાળકની જેમ પેટને મેનર્સથી લઈને બધી જ વસ્તુઓ શીખવવામાં આવે છે પરિણામે તે કોઈ પણ વસ્તુ સમજવા માટે વધુ સંવેદનશીલ બને છે છતાં પણ એમનું ધ્યાન રાખવા માટે તો ઘણા લોકો હોય છે, પરંતુ જે રસ્તે રઝળતા પ્રાણીઓ છે એમની સુરક્ષા કરવા હેતુ કોઈ નથી હોતું. આવા પશુ – પક્ષીઓનાં જીવન વિશે તો કોણ વિચારે ? જો કે આજે ઘણી નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઈઝેશન છે જે પશુ – પક્ષી રક્ષા સાથે સંકળાયેલી છે પરંતુ આટલું પુરતું નથી. જો માત્ર એક પ્રાણી, કુતરાની વાત કરીએ તો આજે શેરીએ શેરીએ કુતરા છે એક શેરીમાં આશરે 5 કુતરાઓ હોય છે ત્યારે આવી તો કેટલી શેરી, કેટલા વિસ્તાર, કેટલા શહેર ઉપરાંત કેટલાય પ્રાણીઓ છે. સર્વનું રક્ષણ કરવા માટે આવી સંસ્થાઓ ખૂણે ખૂણે પહોંચી શકતી નથી માટે ઈશ્વરની ભેટ સમા આ અબોલ પશુ-પક્ષીઓની રક્ષા કરવાની જવાબદારી આપણી પોતાની જ છે તેવું સમજીને તેમનું ધ્યાન રાખીએ.

– મિત્તલ ખેતાણી(મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯)

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More