Search
Close this search box.

Follow Us

ગોંડલમાં શાળા નંબર-૫ની છાત્રાઓ દ્વારા નગરમાં મતદાન જાગૃતિ રેલી દ્વારા અચૂક મતદાનની અપીલ

જેતપુરમાં આંગણવાડીની બહેનો દ્વારા મતદાન જાગૃતિ રેલી દ્વારા અચૂક મતદાનની અપીલ

૦૦૦૦

ગોંડલમાં શાળા નંબર-૫ની છાત્રાઓ દ્વારા નગરમાં રેલી સાથે મતદાન જાગૃતિ માટે માહોલ બનાવાયો

૦૦૦૦

રાજકોટ, તા. ૨૭ એપ્રિલ – ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને દેશનું ગર્વ છે. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મહત્તમ મતદાન થકી આ લોકશાહીનું પર્વ ઉજવાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, સ્વીપ અંતર્ગત સઘન મતદાન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે.

જે અંતર્ગત જેતપુર તાલુકા ખાતે આંગણવાડીની બહેનો દ્વારા મતદાર જાગૃતિ અંગેની રેલી યોજવામાં આવી હતી અને લોકોને ચૂંટણીમાં અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.

ઉપરાંત ગોંડલની શાળા નંબર પાંચની વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. નગરના વિવિધ વિસ્તારોમાં આ રેલી મારફતે નાગરિકોને ચૂંટણીમાં અચૂક મતદાનનો સંદેશો આપવામાં આવ્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં જે યુવાનો પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યા છે, તેઓ પોતે અચૂક મતદાન કરશે તેવી ખાતરી સાથે, અન્ય નાગરિકોને પણ ચોક્કસ મતદાન કરવા માટે પરિવારની સાથે અપીલ કરી રહ્યા છે.

આ ઉપરાંત વિવિધ સ્થળોએ રંગોળી, મહેંદી સ્પર્ધા વગેરે દ્વારા પણ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે.

 

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More