પર પુરુષની વાતમાં આવી ઘર છોડી નીકળેલ વૃદ્ધા ને 181 મહિલા હેલ્પલાઇન ટીમે મદદ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું.

**
પાલીતાણા બસ સ્ટેશનમાંથી એક જાગૃત નાગરિકે 181 માં કોલ કરી જણાવેલ કે એક 85 વર્ષીય વૃદ્ધા મળી આવેલ છે તેથી મદદની જરૂર છે..
181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને કોલ આવતાની સાથે જ 181 ના કાઉન્સેલર કોમલબેન પરમાર મહિલા, કોન્સ્ટેબલ નિશાબા ગોહિલ અને પાયલોટ અજયભાઈ બારૈયા ઘટના સ્થળ પર પહોંચી જાગૃત નાગરિકની મુલાકાત લીધેલ તેની સાથે વાતચીત કરેલ જાગૃત નાગરિકે જણાવેલ કે બપોરના 2 વાગ્યાના માજી બેઠા બેઠા રડતા હોય તેને કોઈ ભાઈ મૂકીને જતા રહેલ છે ત્યારબાદ વૃદ્ધાની મુલાકાત લીધેલ તેનું કાઉન્સેલિંગ કરેલ વૃદ્ધાએ જણાવેલ કે તેઓ વિધવા હોય તેનો પતિ દોઢ વર્ષ પહેલા મૃત્યુ પામેલ હોય વૃદ્ધા ને કોઈ સંતાન ન હોય તેના પતિની બીજી પત્નીના ત્રણ દીકરા હોય વૃદ્ધાએ તેના દીકરા સાથે રહેતા હોય વૃદ્ધાએ સિહોર બસ સ્ટેશનમાં ઘણા વર્ષોથી ભીખ માંગતા હોય વૃદ્ધા ગઈકાલે સવારે 10:00 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયેલ હોય વૃદ્ધા ભીખ માંગતા હોય ત્યાં તેના પતિનો એક મિત્ર પણ ત્યાં ભીખ માંગતો હોય વૃદ્ધાએ ઘણા વર્ષોથી તે પુરુષને ઓળખતા હોય વૃદ્ધા ને તે પુરુષે કહ્યું કે આપણે બંને સાથે રહીશું, આપણે ઘર છોડી જતા રહીએ તેથી વૃદ્ધાએ ગઈકાલે રાત્રે ઘરે ગયેલ નહીં તે પુરુષ સાથે સિહોર બસ સ્ટેશનમાં રોકાયેલ હોય સવાર થતા વૃદ્ધાને તે પુરુષે કહેલું કે પાલીતાણામાં આપણે મકાન ભાડે રાખીને સાથે રહીશું જેથી બંને બપોરે 2:00 વાગ્યાની આસપાસ પાલીતાણામાં આવેલા હોય વૃદ્ધાને તે પુરુષે કહ્યું કે તું થાકી ગયેલ હોવાથી થોડીવાર સુઈ જા પછી આપણે જશુ તેથી વૃદ્ધાએ પાલીતાણા બસ સ્ટેશનમાં સૂઈ ગયેલ હોય વૃદ્ધાએ જાગીને જોયું તો તે પુરુષ ત્યાં હાજર ન હોય આજુબાજુ બધી જગ્યાએ જોયેલું પણ મળે નહીં આજુબાજુ વાળા લોકોએ કહ્યું કે તે ભાઈ જતા રહેલ છે. તે પુરુષ વૃદ્ધાને છેતરી ને જતો રહ્યો છે તેવું આજુબાજુના લોકોને લાગતા 181 માં કોલ કરી મદદ માંગી હતી. 181 ટીમ દ્વારા વૃદ્ધા પાસેથી તેના તેના ઘરનું સરનામું મેળવેલ હોય વૃદ્ધા ને તેના ઘરે લઈ ગયેલ વૃદ્ધા ના દીકરા વહુ ની મુલાકાત લીધી તેણે જણાવેલ કે વૃદ્ધા ને ના પાડવા છતાં વારંવાર ભીખ માંગવા જતા રહેતા હોય છે જેથી વૃદ્ધાને પણ સમજાવેલ કે ઘરેથી નીકળે નહીં વૃદ્ધા ને પણ સલાહ સૂચન માર્ગદર્શન આપેલ વૃદ્ધા ના દીકરાને વૃદ્ધા નું કાળજી પૂર્વક ધ્યાન રાખવા જણાવેલ. વૃદ્ધા ઘરે પરત ફરતા તેમના પરિવારે 181 મહિલા હેલ્પલાઇન ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More