Search
Close this search box.

Follow Us

વિસાવદર સબ ડીવીઝનના મોટા કોટડા ગામે પી.જી.વી.સી. એલ.કંપનીનું નવું સબ ડિવિઝન મંજુર કરવા ટિમ ગબ્બરની માંગ

 

*વિસાવદરતા.ટીમ ગબ્બરના એડવોકેટ કે. એચ.ગજેરા તેમજ વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોષી દ્વારા મુખ્યમંત્રી,કૃષિ મંત્રી,ઉર્જા મંત્રી,પી.જી.વી.સી.એલ કંપની કલેકટર,જુનાગઢ
મામલતદાર કચેરી ભેંસાણ PGVCL વિસાવદર,ભેંસાણ વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે,
ભેસાણ તથા વિસાવદર તાલુકાના બોર્ડરના ગામડાઓને વિસાવદર પી.જી.વી.સી.એલ. કંપનીના ડિવિઝન નંબર (૧)નીચે આવતું હોય આ ડિવિઝનમાં ઘણા બધા ગામડાઓનો સમાવેશ થતો હોય અને વિસ્તાર પણ ખૂબ જ મોટો હોય અને તેના કારણેગ્રાહકોને ખુબજ અગવડતા અને હેરાનગતિ ઉભી થતી હોય વિસાવદરની આ કચેરી નીચે ફોલ્ટલખાવ્યા બાદ ફોલ્ટ રીપેર કરવામાં પૂરતા વાહનો તથા માણસો ન હોય એક છેડેથી બીજા છેડે જતા પણ સમય બગડતો હોય જેથી વિસાવદરતાલુકાના મોટા કોટડા ગામે એક અલગ નવું સબ ડિવિઝન મંજુર કરવા બન્ને તાલુકાની પ્રજાની તથા ખેડૂતોની માંગણી છે આ બાબતે અમારા જાણવા મુજબ પૂર્વ સાંસદ સભ્યએ તથા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાએ માગણી કરેલી હોય તેમજ અમારી સંસ્થા ટિમ ગબ્બરે પણ તા ૨૫/૧ /૨૩ ના રોજ લેખિત રજુઆત કરી માંગણી કરેલ છે આ બાબતે અમો ટિમ ગબ્બર પણ નવું સબ ડિવિઝન મંજુર કરવા માંગણી સાથે રજુઆત કરીએ છીએ ઉપરોક્ત બાબતે અમારી રજુઆત અંગે કરેલી કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બરના સરનામે મોકલી આપવા માટે અરજ સહ વિનંતી કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.(ફોટા સાથે)*

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More