લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યની 96 બેઠકો પર મતદાન શરૂ, વડાપ્રધાને કરી અપીલ

 

Lok Sabha Elections 2024:  લોકસભા 2024ની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં કુલ 283 બેઠકો પર મતદાન થયું છે. લોકસભાની 102 બેઠકો માટે પ્રથમ તબક્કાનું એપ્રિલની 19મીએ, 88 બેઠકો માટે બીજા તબક્કાનું એપ્રિલની 26મીએ જ્યારે 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું 7મી મેએ મતદાન થયું હતું. ત્યારે આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે આજે કુલ 1,717 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.કયા રાજ્યમાં કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાને ચોથા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં આંધ્ર પ્રદેશમાં 454, બિહારમાં 55, જમ્મુ-કાશ્મીરમાં 24, ઝારખંડમાં 45, મધ્ય પ્રદેશમાં 74, મહારાષ્ટ્રમાં 298, ઓડિશામાં 37, તેલંગાણામાં 525, ઉત્તર પ્રદેશમાં 130 અને પશ્ચિમ બંગાળમાં 75 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

ELECTIONS UPDATES :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મતદારોને ફરી કરી અપીલ  હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ મતદાન કરવા પહોંચ્યા  કયા ક્યા દિગ્ગજોનું ભાગ્ય આજે ઈવીએમમાં કેદ થશે?

લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ વખતે 96 બેઠકો માટે મતદાનમાં ઘણા દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે. પાંચ કેન્દ્રીય મંત્રીઓ ગિરિરાજ સિંહ, અર્જુન મુંડા, નિત્યાનંદ રાય, જી કિશન રેડ્ડી અને અજય મિશ્રા ટેની ઉપરાંત આજે યુપીની કન્નૌજ લોકસભા સીટ માટે પણ મતદાન થઈ રહ્યું છે. અહીં સપા પ્રમુખ અખિલેશ યાદવ ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા, ટીએમસીના ઉમેદવાર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી, ટીએમસીના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ, એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી, ફિલ્મ અભિનેતા અને ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિંહા, આંધ્ર પ્રદેશના પ્રમુખ. મંત્રી વાય.એસ. જગન રેડ્ડીની બહેન અને કોંગ્રેસના ઉમેદવાર વાયએસ શર્મિલા જેવી હસ્તીઓ પોતાનું નસીબ અજમાવી રહી છે.

પુષ્પા ફેમ અભિનેતા અલ્લુ અર્જુન મતદાન કરવા પહોંચ્યો   ગુજરાતની 25 લોકસભા બેઠક પર સરોરાશ 59.49 ટકા મતદાન નોંધાયું હતું ત્રીજા તબક્કાના મતદાનમાં ગત લોકસભા ચૂંટણી 2019ની સરખામણીએ આ વખતે ગુજરાતમાં ઓછું મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 59.49 ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન વલસાડમાં 72.24 ટકા અને સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા નોંધાયું હતું. મહત્વનું છે કે ગત બે ટર્મ 2014 (63.66 ટકા) અને 2019 (64.12 ટકા) એટલે કે 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન આ વખતે ગુજરાતમાં નોંધાયું હતું.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More