Ø સાથમાં ૫૦૦ લોકોએ અંગદાન સંકલ્પ કર્યો, શાકાહાર પ્રચાર-પ્રસાર પણ કરાયો
પ્રજાપતિ સમાજના અગ્રણી તેમજ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે જોડાયેલા ભાવેશભાઈ ઝીંઝુવાડિયા તથા શ્રીમતિ વિભૂતિબેન તથા સમગ્ર ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા તેમના પુત્ર વેદ કે જેમનુ નાની વયમાં જ બ્રેન ડેડ થતાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના નિતીનભાઈ ઘાટલિયા ,ભાવનાબહેન મંડલી , ડો. દિવ્યેશ વિરોજા , ડો. સંકલ્પ વણઝારા , ડો. તેજસ કરમટા,મિતલ ખેતાણી અને વિક્રમ જૈન વિગેરે પ્રેરક બનતા અંગદાન કરવાનો સંકલ્પ કરાયો હતો, વેદની સ્મૃતિરૂપે તેના જ નાના ભાઈ વિઆનની રક્તતુલા કરવાની સાથે અનેક સેવા પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. રકતદાન કેમ્પ, શાકાહાર જન જાગૃતિ અભિયાન,અંગદાન જાગૃતિ અભિયાન, કુંડા અને ચકલીના માળાનું વિતરણ તેમજ વ્યસન મુક્તિ અભિયાન પણ આ નિમિત્તે યોજાયુ હતું. સાથમાં ૫૦૦ લોકોએ અંગદાન સંકલ્પ કર્યો હતો. શાકાહાર પ્રચાર-પ્રસાર પણ કરાયું હતું. રક્તતુલામાં 77 બ્લડની બોટલ એકત્ર થઇ હતી જે સિવિલ હોસ્પિટલમાં અર્પણ કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રવર્તમાન સમયમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમુલ્ય માનવ જિંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં જીવનને બચાવવા નિમિત્ત બનવા માટે અપીલ કરવામાં આવી છે. આ પ્રેરક કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ડો. વલ્લભભાઈ કથીરીયા, બ્રહ્માકુમારી અંજુ દીદી, મિતલભાઇ ખેતાણી, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, રસિકભાઈ નડિયાદી, મનસુખભાઈ તલસાણીયા, નીતિનભાઈ ઘાટલીયા, વિનયભાઈ જસાણી, મનુભાઈ ગોહિલ, ઇશ્વરભાઇ ઘાટલીયા, યોગીનભાઈ છનીયારા, લલીતભાઈ વાડોલીયા, ગોરધનભાઈ કાપડિયા, દીપીકાબેન પ્રજાપતિ, સુધીરભાઈ છત્રાળા, ડો. ભાવેશ મોદી, ડો. અમિત પટેલ, ભાવનાબેન મંડલી, છગનભાઈ જાદવ, કિશોરભાઈ કુડલા વગેરે મહાનુભવો ઉપસ્થિત રહયાં હતા. આ સેવા કાર્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો પણ જોડાયા હતા.
ઝીંઝુવાડિયા પરિવાર અને સમસ્ત પ્રજાપતિ સમાજે લોકોને રકતદાન કરવા માટે પણ અપીલ કરી હતી. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આ સેવા પ્રકલ્પોને બિરદાવી અને લોકોને અંગદાન જાગૃતિ વિષે માહિતગાર કર્યા હતા. રકતદાન કેમ્પ માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનયભાઈ જસાણી ની ટીમે જહેમત ઉઠાવી હતી.