Search
Close this search box.

Follow Us

વિશ્વ પર્યાવરણ દિવસે ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા ગોંડલ વેરી તળાવ પ્લાસ્ટિક સફાઈ અભિયાન નું આયોજન……

5મી જૂન સમગ્ર વિશ્વ માં ” વિશ્વ પર્યાવરણ દિવસ ” તરીકે ઉજવણી કરવામાં આવે છે..
પૃથ્વી પર માનવજાત નું જીવન સ્વસ્થ..સુખી અને ચિર આયુષ્ય વાળું બની રહે તે માટે સમગ્ર વિશ્વ ના સમજદાર માનવીઓને જીવન ઉપયોગી પર્યાવરણ ના ઘટકો હવા…પાણી..વાતાવરણ..જંગલો..જમીન અને પ્રકૃતિ ને પ્રદુષણ મુક્ત અને તેના મૂળ સ્વરૂપ માં જાળવવા ની જાગૃતિ માટે વિવિધ પ્રવૃતિ દ્વારા અવગત કરાવવામાં આવે છે…
ગોંડલ ના સંસ્કૃતિ સર્જક પ્રજા વત્સલ રાજા શ્રી ભગવતસિંહજી મહારાજા એ ગોંડલ ની પ્રજા માટે વર્ષો સુધી ઉપયોગી થાય તેવી વ્યવસ્થાની ગોઠવણી કરેલ છે.જે પૈકી એક પીવાના પાણી ની વિશ્વ શ્રેષ્ઠ વ્યવસ્થા એટલે વેરી તળાવ નું નિર્માણ..
વેરી તળાવ પાણી ની વ્યવસ્થા સાથે લોકો માટે ફરવાનું એક પસંદગી નું પ્રાકૃતિક સ્થળ છે..
5મી જૂન બુધવારે સાંજે 5-30 વાગ્યાથી 7-00 વાગ્યા દરમ્યાન વિશ્વ પર્યાવરણ દિવસે વેરી તળાવ પર એક પ્લાસ્ટિક સફાઈ અભિયાન નું આયોજન ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ,કલ્યાણ ચેરી.ગ્રુપ,શ્રી તન્ના સ્કૂલ,સામાજિક વનીકરણ વન વિભાગ ગોંડલ અને વહીવટી કચેરી વિભાગ ગોંડલ ના સંયુક્ત આયોજન થી વેરી તળાવ પર પ્લાસ્ટિક ના કચરાનું એકત્રીકરણ કરી વેરી તળાવ ને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના કાર્ય માં ગોંડલ ના કોઈપણ યુવા ભાઈ બહેનો ,જવાબદાર નગરજનો,સેવાભાવી સંસ્થા ના સભ્યો,ભાઈઓ અને બહેનો જોડાઈ શકે છે..
5મી જૂન બુધવારે સાંજે 5-30 કલાકે ગોંડલ ના નગરજનો ને વેરી તળાવ પ્લાસ્ટિક સફાઈ અભિયાન માં જોડાવા વેરી તળાવ પર આવવા આયોજકો તરફથી ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે..
વેરી તળાવ પ્લાસ્ટિક સફાઈ અભિયાન માં પ્લાસ્ટિક કચરો એકત્ર કરવા માટે પ્લાસ્ટિક ની બેગ તથા હેન્ડગ્લોઝ આયોજકો તરફથી વ્યવસ્થા કરવામાં આવેલ છે..તેમજ આ કાર્યક્રમ માં સામેલ થનાર તમામ સેવાભાવી ઓ માટે ઠંડા પીણાં ની વ્યવસ્થા કરવામાં આવેલ છે..
5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી વેરી તળાવ પ્લાસ્ટી સફાઈ અભિયાન કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,મધુસુદનભાઈ તન્ના,નિખિલ પેથાણી,વાય.ડી.ગોહીલ ના.મામ.,મનીષભાઈ જોશી સ.ઇ., વિલાસબેન અંટાળા RFO,યોગેશભાઈ દવે,બ્રિજેશ પટેલ,કરણ પટેલ વગેરે જહેમત ઉઠાવી રહેલ છે….
શ્રી ભગવતભૂમિ ગોંડલ ના પ્રકૃતિપ્રેમી યુવા ભાઈ બહેનોને પ્રબુદ્ધ નગરજનો ને આ વિશિષ્ટ ઉપયોગી કાર્યક્રમ માં જોડવા આયોજકો તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે…

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More