એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.

 

Ø  જીવદયા શ્રેષ્ઠીઓ જીવદયાના પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરશે.

Ø  રસ ધરાવતાઓને સૌને પધારવા આમંત્રણ

એન્કરવાલા અહીંસાધામ  દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા  માટે તથા રાષ્ટ્ર રક્ષા સે ધર્મરક્ષા ઉદેશ્યથી  જીવદયાપ્રેમીઓ માટે  તા.૦૪ જાન્યુઆરી શનીવાર  થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી ”એન્કરવાલા અહીંસાધામ”  પ્રાગપર રોડ જંકશન, મુન્દ્રા-કચ્છ ખાતે અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન કરાયું છે.

આ કાર્યક્રમમાં જીવદયા સંસ્થાઓને ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ–આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા–પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ—પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, અહિંસક—સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર–પ્રસાર સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરાશે. આ સંમેલનમાં ભારતભરમાંથી સાધુ–સંતો તેમજ જાહેર જીવનના અગ્રણીઓ, ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)ના પદાધીકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સકળ શ્રી સંઘના ટ્રસ્ટીઓ, પર્યાવરણ પ્રેમીઓ  ખાસ ઉપસ્થિત રહી પોતાનું માર્ગદર્શન આપશે.

જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં લાખો અબોલ જીવોનું જીવનપર્યંત જતન થાય છે. આર્થિક વ્યવસ્થાઓ, ઘાસ–ચારાની ઉપલબધ્ના, પર્યાવરણ રક્ષા તરફ વળવા માટેનું માર્ગદર્શન અપાશે.

અત્રે ઉલેખનીય છે કે, વર્ષ 1990માં જાદવજી રવજી ગંગરની પ્રેરણાથી શરુ થયેલા એન્કરવાલા અહિંસા ધામમાં ૨૯૦૦  થી વધુ અબોલ, અશકત, અપંગ, નિરાધાર, પશુ-પક્ષીઓને આશ્રય આપતું ધામ એટલે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, આ સંસ્થાએ સમગ્ર વિશ્વમાં ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્રતરીકેની ખ્યાતિ મેળવી છે. આ સંસ્થા વિશાળ જગ્યામાં ફેલાયેલી છે. સંસ્થામાં મુખ્ય બે કૅમ્પસ રહેલા છે, અહિંસાધામ વેટરનરી હોસ્પિટલ (સંકુલ) અને અહિંસા ધામ ૩૫ એકરનું નંદી સરોવર, અહિંસાધામ નંદી સરોવર એ પશુ, પક્ષીની રોજીંદી પાણીની જરૂરિયાતને સંતોષવા માટે બનાવવામાં આવેલું માનવસર્જિત સરોવર છે. આ સંસ્થાનાં સંકુલમાં મ્યુઝીયમ, મિનિ થિએટર, ઓડિટોરિયમ, ગોપાલ સ્મૃતિ મંદિર, ICU યુનિટ, દાજેલા પશુઓ માટે બર્ન વિભાગ, બાલવાટિકા, સાધુ સાધ્વી માટે ઉપાશ્રય, અંધ પશુઓ માટે આશ્રય જેવા વિભાગો આવેલા છે. અહિંસા ધામ સંસ્થાને વર્ષ 2008માં ગુજરાત રાજ્યનાં એ સમયનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મહાવીર જીવદયા ઍવોર્ડએનાયત કરવામાં આવ્યો હતો તેમજ વર્ષ 2011 માં ‘સ્વર્ણિમ ગુજરાત એવોર્ડણ એનાયત કરવામાં આવ્યો હતો. સંસ્થામાં 100 એકરમાં પશુઓ માટે વિવિધ ઘાસચારો ઉગાડવામાં આવ્યો છે, સંસ્થામાં 5 લાખ વૃક્ષોનું નંદનવન બનાવવામાં આવી રહ્યું છે. સંસ્થા પરિસરમાં જોવાલાયક અષ્ટકોણ હવાડા, 21 લીટર પાણીનો ટાંકો, પશુઓની ખાસ સારવાર માટે ICUવોર્ડ, 35 એકરમાં ફેલાયેલું નદી સરોવર છે. ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટે સને-૨૦૧૯ માં પૂ. મોરારિબાપુની  રામકથા પણ કરી હતી.

એન્કરવાલા અહિંસાધામ–પ્રાગપુર (કચ્છ) આઈ.સી.યુ.માં ટ્રીટમેન્ટ લેતા અબોલ પશુઓ, સંસ્થાના જોવા લાયક વિભાગો ૩૪ વર્ષ જુનું કરૂણા મંદિર, બે આઈ.સી.યુ.હોસ્પીટલ, એકરનું મુખ્ય સંકુલ, વીરમણી ભોજનશાળા, ગોપાલ સ્મૃતિ મંદિર, નવનીત ઓડીટોરીયમ,વીનેશાલય મ્યુઝિયમ, ૬૦૦ એકરની વિશાળ જમીન, કૈલાસ ઉપવન અને ટેકરો, ૨૦,૦૦૦ વૃક્ષોનું ઉપવન, અહિંસા પેવેલીયન, અપંગ, અંધ પશુઓ માટે આવાસ, ઘાસચારાના સંગ્રહ માટે વિશાળ ગોડાઉનો, જવો ઘાસના રોપા, પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ એન્કરવાલા અહીંસાધામનાં ટ્રસ્ટીઓ મહેન્દ્રભાઈ સંગોઈ (Mo. 90224 17775), હરેશભાઈ વોરા(Mo. 98211 60529) સહિતના અથાગ મહેનત કરી રહયાં છે.

બે દિવસીય જીવદયા મેગા સંમેલનની વિશેષ માહિતી માટે(Mo. 97264 7555) તથા (Mo. 97264 85555) પર સંપર્ક કરવા એન્કરવાલા અહીંસા  ધામનાં  મહેન્દ્રભાઈ સંગોઈ, હરેશભાઈ વોરાની  યાદીમાં જણાવાયું છે.

Leave a Comment

Read More