ગોંડલ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓની બોલતી બંધ કરતા એસટી મુસાફર સમિતિના ગોંડલના પ્રતિનિધિ જાડેજા અને ઝાલા

**રાજ્યભરના નિયમિત એસ.ટી.ના મુસાફરી કરતા 27 લાખ મુસાફરોને પડતી અગવડતા ચલાવી નહીં લેવાય** ગજેન્દ્રસિંહ ઝાલા

**અધિકારીઓની બેદરકારી, તાનાશાહી, ફરિયાદો કચરાપેટીમાં નખાશે તો જોયા જેવી થશે**

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, ગોંડલ ડેપોના પ્રતિનિધિ પ્રદિપસિંહ મહાવીરસિંહ જાડેજા (મુસીતાળા), હર્ષવર્ધનસિહ પ્રદ્યુમનસિંહ ઝાલા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજ્યમાં રોજ 27 લાખ મુસાફરો ગુજરાત એસ.ટી માં મુસાફરી કરી રહ્યા છે ત્યારે એસ.ટી બસ સ્ટેશનમાં અને એસ.ટી માં મુસાફરોને પડતી અગવડતા અંગે છેલ્લા ઘણા સમયથી સમિતિ દ્વારા અવાજ ઉઠાવી મુસાફરોને પડતી અગવડતા અંગે થોકબંધ રજૂઆતો કરવામાં આવી રહી છે. ખામીયુક્ત સેવા અંગે જવાબદારોની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ત્યારે રાજકોટ ડિવિઝનના ગોંડલ ડેપો ની બદતર હાલત અંગે તારીખ 31/8/24 રૂબરૂ મુલાકાત લેતા અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ માલુમ પડતાની સાથે જ સ્થાનિક લેવલે ગોંડલ ડેપોના કંટ્રોલ રૂમમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરો નોંધવાની ફરિયાદ પોથી (પરિશિષ્ટ અ મુજબ) ફરિયાદ નંબર 1376984 થી તત્કાલીન સમયે ફરિયાદ કર્યા બાદ તારીખ 10/9/2014 એસ.ટી.ના વિભાગીય નિયામક અને રાજ્યના મુખ્યમંત્રી અને મેનેજિંગ ડિરેક્ટરને ગોંડલના એસ.ટી બસ સ્ટેશનમાં ચાલતા કથળી ગયેલા વહીવટ અંગે ફોટોગ્રાફ સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ તારીખ 4/12/24 ના ગજેન્દ્રસિંહ ઝાલાએ ગોંડલ ડેપો મેનેજરની રૂબરૂ મુલાકાત લેતા અને પરિશિષ્ટ અ મુજબ કરેલી ફરિયાદ અંગે રૂબરૂમાં ઉઘરાણી કરતા ડેપો મેનેજરે ઉધ્ધતાઇ પૂર્વકનું વર્તન કરી અમારે જવાબ આપવાનો ન હોય અમે ડિવિઝનમાં જવાબ આપી દીધો છે. આ પ્રકારનું વર્તન કરતાં ગજેન્દ્રસિંહ ચોકી ઉઠ્યા હતા અને રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ ગોંડલ ડેપો મેનેજરની બેદરકારી અને લાપરવાહીની મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરાયા બાદ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આ પ્રશ્ન અંગે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન લેવા 15/2024 તારીખ 18/12/2024 થી કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવેલ હતો જે પગલે ગોંડલ શહેર મામલતદાર કચેરી દ્વારા આ અંગે તારીખ 19/12/2024 ના પત્રથી તારીખ 24/12 ગોંડલ ડેપોના બસ સ્ટેશનના કથળી ગયેલા વહીવટ અંગે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોંડલના પ્રતિનિધિ તરીકે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ વતી રાજકીય સામાજિક આગેવાન જાડેજા પ્રદિપસિંહ મહાવીરસિંહ (મસીતાળા) અને ઝાલા હર્ષવર્ધનસિહ પ્રદ્યુમનસિંહ (હાલ ગોંડલ) ઉપસ્થિત રહ્યા હતા અને હાજરી આપી હતી સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓની બોલતી બંધ કરી દીધી હતી અને તત્કાલીન સમયના બસ સ્ટેશન ની અંદર બેસુમાર ગંદકી, તળાવ જેવા ભરેલા પાણી, ખુટીયાના આટા ફેરા કરતા કુતરા અને ખુટિયાના પ્લેટફોર્મ પરના તમામ ફોટોગ્રાફ્સ સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરાયા હતા અને પેનલ્ટી કરવા ધારદાર રજૂઆત કરી હતી. આ પ્રકારની અધિકારીઓની બેદરકારી અને લાપરવાહીને પગલે મુસાફરોને થતી પરેશાની અંગે જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત પ્રતિનિધિ દ્વારા કરવામાં આવી છે. મામલતદાર એ લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે ડેપો મેનેજરે અરજદારને કરેલ કાર્યવાહીની જાણ બારોબાર કરવી અને જેની એક નકલ રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અને ગોંડલ પ્રાંત અધિકારીને મોકલવી. આ પ્રકારે લેખિત આદેશ કરતા ડેપો મેનેજરની અરજદારને જવાબ ન દેવાની મેલી મુરાદ નો છેદ ઉડી જાય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવતી લેખિત રજૂઆતો ને પગલે કેટલાક અધિકારીઓ પોતાની મનમાની કરે છે અને જવાબ આપવાની દરકાર લેતા નથી આવા અધિકારીઓની શાન ઠેકાણે લવાશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જાહેરમાં મંચ પરથી કહ્યું છે કે કોઈપણ અરજદારને સરકારી કચેરી કે નિગમની કચેરીઓમાં બીજી વખત ધકકો થવો ન જોઈએ અને રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી કોઈપણ સરકારી કચેરીમાં અરજદારને એની યોગ્ય સમય મર્યાદામાં લેખિતમાં જવાબ આપવો આ પ્રકારની સૂચના હોવા છતાં કેટલાક અધિકારીઓ સત્તાના મદમાં રહી ફરિયાદીઓની અરજી કચરાપેટીમાં પધરાવે છે. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ આ પ્રકારની અધિકારીઓની તાનાશાહી સામે લડત આપવા તૈયાર છે. જવાબ ન દેનારા અધિકારીઓ સામે સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરવામાં આવશે અને સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ નહીં લેવામાં આવે તો માહિતી અધિકાર (RTI) 2005ના કાયદા નું શસ્ત્ર ઉગામવામાં આવશે તે મંતમાં ગજુભા,પ્રદિપસિંહ હર્ષવર્ધનસિહની યાદીમાં જણાવાયું છે.

ગજેન્દ્રસિંહ ઝાલા,
પ્રદિપસિંહ જાડેજા,
હર્ષવર્ધનસિહ ઝાલા.

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.