આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ દ્વારા મહારાષ્ટ્રનાં જલગાંવ ખાતે 25 મો ભવ્ય નિ:શુલ્ક પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.

Ø જલગાંવ નજીકના 20 ગામોમાંથી 300 થી વધુ પશુઓ અને પ્રાણીઓની તપાસ કરવામાં આવી અને       નિષ્ણાત પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા સારવાર અને ઓપરેશન કરવામાં આવ્યા હતા.  

Ø શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા મહારાષ્ટ્રની વિવિધ પાંજરાપોળને 30 લાખના ચેકનું     વિતરણ કરાયું

 

શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ દ્વારા ક્રિસ્ટર ક્રિએટીવીટી સેન્ટર, મુંબઈના સહયોગથી રતનલાલ બાફના ગોસેવા અનુસંધાન  કેન્દ્ર, અહિંસા તીર્થ, અજીંઠા રોડ, કુસુંબા રોડ, જલગાંવ (મહારાષ્ટ્ર)  ખાતે 25 મો ભવ્ય નિ:શુલ્ક પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું.  કેમ્પમાં જલગાંવ નજીકના 20 ગામોમાંથી 300 થી વધુ પશુઓ અને પ્રાણીઓની તપાસ કરવામાં આવી અને નિષ્ણાત પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા સારવાર અને ઓપરેશન કરવામાંઆવ્યા હતા, સાથમાં જ શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રનાં જલગાંવ નજીકની ગૌશાળા-પાંજરાપોળને 30 લાખના ચેકનું વિતરણ કરાયું હતું. કેમ્પમાં 100 જેટલા ગૌશાળા-પાંજરાપોળો ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ સંસ્થા દ્વારા અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે. નકામી બંજર જમીનમાં નેપીયેર ઘાસ ઉગાડવા માટે મદદ કરવામાં આવે છે. પશુઓને શાતા મળી રહે તે માટે શેડ, ચારા,  ગોદામ તેમજ પાણીનાં અવેડા, ગમાણ વિગેરે અકોલા,  નાંદેડ,  યવતમાલ,  વર્ધા, નાગપુર, મહારાષ્ટ્રમાં બંધાવી આપ્યા છે. દર વર્ષે મેગા એનીમલ કેમ્પનું વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે. જેમાં 20-30 ગામોનાં પશુઓનો સમાવેશ કરીને લગભગ 150  થી 200 ડોકટરોની મદદથી હજારોની સંખ્યામાં પશુઓની સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે. જેમ કે કેન્સર, ટયુમર તથા પેટમાં રહેલ પ્લાસ્ટિક, કાચ જેવા હાનિકારક વસ્તુઓને ઓપરેશન દ્વારા બહાર કાઢવા, ગર્ભાશયનાં વિવિધ ઉપચાર, જયપુર ફૂટ વિગેરે જેમાં 5 થી 10 પાંજરાપોળોને લાભ મળે છે.

કેમ્પમાં શેખર મુંદડા (અધ્યક્ષ, મહારાષ્ટ્ર ગૌસેવા આયોગ), ડૉ. પ્રવીણકુમાર દેવરે (આયુક્ત, પશુ સંવર્ધન પુણે), મા. જિલ્લાઅધિકારી (જલગાંવ જિલ્લો, જલગાંવ), સુશીલકુમાર બાફના(અધ્યક્ષ, આર. સી બાફના ગૌશાળા, જલગાંવ) અને પશુપાલન વિભાગનાં નિષ્ણાંત ડોકટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કેમ્પમાં પશુ સર્જરી વિભાગ જ્યાં શિંગડાનું કેન્સર, હર્નીયા, આંખનું કેન્સર, પૂંછડીનું કેન્સર, પેટનું ટક, રીંગ ઓપરેશન, કૂતરા અને બિલાડી, બકરી, ઘેટાંના તમામ પ્રકારના ઓપરેશન અને ઘોડાના પેટના ઓપરેશન કરવામાં આવ્યા હતા. પ્રાણી સંવર્ધન વિભાગમાં ગાય, ભેંસની સગર્ભાવસ્થા તપાસ, વંધ્યત્વ તપાસ, વારંવાર રીકમ્બન્સી ગાયની તપાસ વગેરે, દવા વિભાગ જેમાં પ્રાણીઓનાં કૃમિનાશક, જંતુનાશક દવાઓનું વિતરણ, રોગનું નિદાન અને તમામ પ્રકારની દવાઓથી સારવાર, રસીકરણ વિભાગ જેમાં મોં મટીલેશન (ગાય અને ભેંસ), પીપીઆર (બકરી), (ઉપલબ્ધતા મુજબ), કૂતરાઓની હડકવા વિરોધી રસી, પ્રાણીઓની તમામ મોસમી રસીકરણ અને અન્ય તમામ શસ્ત્રક્રિયાઓ, મેડિકલ ચેકઅપ કેમ્પ, ગાયનેકોલોજી ઓર્થોપેડીક, શરીરમાંથી પ્લાસ્ટિક કાઢવું  વિગેરે  કરવામાં આવી હતી, મહારાષ્ટ્રના  જલગાંવ નજીકના 20 ગામોમાંથી 300 થી વધુ પશુઓ અને પ્રાણીઓની તપાસ કરવામાં આવી અને નિષ્ણાત પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા સારવાર અને ઓપરેશન કરવામાં આવ્યા હતા.  

આ કેમ્પને સફળ બનાવવા માટે જયેશ જરીવાલા (મો. 99204 94433), ભરત મહેતા (મો. 93222 22928), હિતેષ સંઘવી  (મો. 98700 43272), માસુમ શાહ (મો. 98194 33183) તથા શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)ની ટીમે જહેમત ઉઠાવી હતી.

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.