ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.

Ø  મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાત સરકાર દ્વારા ગૌમાતાને  રાજ્યમાતા  જાહેર કરવામાં આવે તેવી વિનંતી કરાઈ. 

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકોએ બહોળી સંખ્યામાં ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી  ગુજરાતની તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ ₹100ની  દૈનિક, કાયમી  સબસિડીઆપવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. સાથમાં જ મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાત સરકાર દ્વારા પણ  ગૌમાતાને  રાજ્યમાતા  જાહેર કરવામાં આવે તેવી વિનંતી કરાઈ.

ગુજરાત સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જીવદયાને લગતા અન્ય તમામ મુદ્દાઓ ધ્યાનથી સાંભળ્યા અને શક્ય તમામ મદદ કરવાની ખાત્રી આપેલ હતી.  

રાજકોટના ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા વર્ષો જુના ચેકડેમો જર્જરીત હાલતમાં, તુટેલા છે તે રીપેર,ઉંડા, ઉંચા કરી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવે છે અને જરૂરીયાત પ્રમાણે નવા પણ બનાવવામાં આવે છે તેમજ માટીના કાપથી ભરાઈ ગયેલ હાલતમાં હોય અને ફ્ળદ્રુપ માટી ચેકડેમમાંથી ઉપાડી જમીનના તળ ખુલ્લા કરવામાં આવે છે અને ડેમમાં પાણી ક્ષમતા વધારવામાં આવે છે અને ખેડૂતો ડેમમાંથી નીકળેલી ફ્ળદ્રુપ માટી ઉપાડીને ખેતરમાં નાંખવાથી પાક ઉત્પાદનમાં પુષ્કળ વધારો થાય છે. અત્યારના સમયમાં ચેકડેમો જર્જરીત અને તુટેલી હાલતમાં છે તેમજ ઘણા ડેમોમાં માટીથી ભરાઈ ગયેલ અને ખૂબ જ છીછરા થઈ ગયેલ હાલતમાં છે જે ચેકડેમોને દાતાઓના સહયોગથી સંસ્થા દ્વારા રીપેર કરવામાં આવે છે.

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.