ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…

        ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસ સુધી આ એન્યુઅલ ફંક્શન ખુલ્લું રાખવામાં આવ્યું હતું.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિધાર્થીઓ દ્વારા સમાજ સુધી ગીતા-સાર પહોંચાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 3000 વ્યક્તિની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ જેમાં અંદાજે 10000 થી વધારે વ્યક્તિઓએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ સાથે – સાથે GYBC (ગંગોત્રી યુથ બિઝનેસ કાર્નિવલ) નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બિઝનેસ કઈ રીતે કરવો, તેમજ વિધાર્થીઓ બિઝનેસ મેન બને તેના માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 39 જેટલા વિવિધ પ્રકારનાં સ્ટોલ વિધાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતાં. આ બિઝનેસ કાર્નિવલની મુલાકાત અંદાજે 15000 જેટલા લોકોએ લીધી હતી. તે ઉપરાંત આ બિઝનેસ કાર્નિવલમાં વિધાર્થીઓએ મળીને અંદાજે 11,00,000 /- રકમનો બિઝનેસ કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલની મેનેજમેન્ટ ટીમએ સંભાળ્યું હતું અને શિક્ષકમિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ તકે ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપ છોટાળા અને સ્કૂલના પ્રિન્સીપલ એ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવનાર મેનેજમેન્ટ ટીમ, શિક્ષકગણ અને વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.